Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jio Phone Next : જિયોફોન નેક્સ્ટનુ બુકિંગ શરૂ, આ 3 રીતે કરી શકો છો બુક

Jio Phone Next : જિયોફોન નેક્સ્ટનુ બુકિંગ શરૂ, આ 3 રીતે કરી શકો છો બુક
નવી દિલ્હી. , સોમવાર, 1 નવેમ્બર 2021 (19:31 IST)
ટેલિકોમ દિગ્ગજ રિલાયન્સ જિયોના બહુપ્રતિક્ષિત JioPhone Next એ માર્કેટમાં  ધમાકેદાર એંટ્રી કરી છે. તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે, ફોન દિવાળીથી મળશે. આ સ્માર્ટફોનને જિયોએ ગૂગલ સાથે મળીને ડિઝાઇન કર્યો છે. ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ 'પ્રગતિ' અને ક્વાલકોમના પાવરફુલ પ્રોસેસર સાથે, જિયોફોન નેક્સ્ટ ફીચર્સની બાબતમાં ઘણું આગળ દેખાય છે.
 
જીયો ફોન નેક્સ્ટ ત્રણ રીતે બુક કરી શકાય છે 
 
- પહેલી રીત છે ઓનલાઈન www.JIO.COM/NEXT  લિંક પર વિઝિટ કરીને મોબાઈલ બુક કરી શકો છો. 
લિંક પર જઈને મોબાઈલ બુક કરી શકાય છે. 
- બીજી રીતે છે ગ્રાહકો તેમના વોટ્સએપ પરથી 7018270182  પર  ‘HI’ લખીને મેસેજ મોકલી શકે છે.
- ત્રીજી રીત છે જિયોમાર્ટ ડિઝિટલ રિટેલ સ્ટોર પર જઈને ફોન બુક કરાવવો. જિયોમાર્ટ ડિઝિટલના લગભગ 30 હજાર સ્ટોર પાર્ટનર છે. જે દેશના ખૂણે ખૂણે ફેલાયેલા છે. 
 
દેશમાં પહેલીવાર એન્ટ્રી લેવલ ફોન પર કન્ઝ્યુમર લોન આપવામાં આવી રહી છે. જીયોએ આ માટે જોરદાર તૈયારીઓ કરી છે. વિશ્લેષકો માને છે કે આનાથી માત્ર જીયોના સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં જ નહીં પરંતુ Jioની એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર (ARPU) પણ વધશે. દેશમાં લગભગ 300 મિલિયન 2G ગ્રાહકો છે અને Jio તેના JioPhone Next વડે મોટી સંખ્યામાં આ ગ્રાહકોને આકર્ષિત કરી શકે છે. Jioના માલિક મુકેશ અંબાણીએ 2G મુક્ત ભારતનો નારો આપીને પોતાની રણનીતિ વ્યક્ત કરી છે.
 
આમ તો જિયો ફોન નેકસ્ટમાં કોઈપણ સ્માર્ટફોનની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે છતા જિયોએ  2G ગ્રાહકોને 4G તરફ આકર્ષવા માટે ઉપકરણની કિંમત ઓછી રાખવાનો પ્રયાસ કર્યો છે
 

જિયો ફોન નેકસ્ટની સૌથી મોટી વિશેષતા તેની એન્ટ્રી કિંમત છે. જો કે JioPhone નેક્સ્ટની કિંમત 6499 રૂપિયા છે, પરંતુ માત્ર 1999 રૂપિયાની ડાઉન પેમેન્ટથી તમે તેને તમારો બનાવી શકો છો. બાકી રકમ હપ્તામાં ચૂકવવાની રહેશે અને તે પણ મોબાઈલ ટેરિફ પ્લાન સાથે જોડવામાં આવી છે. આ બંડલ પ્લાન્સ રૂ. 300 થી શરૂ થાય છે અને દર મહિને રૂ. 600 સુધી જાય છે. મતલબ કે એક મહિનાનું રિચાર્જ પણ સ્માર્ટફોન સાથે 300 રૂપિયામાં. બસ ગ્રાહકે લગભગ 2 હજારનું ડાઉન પેમેન્ટ કરવું પડશે.
 
જિયો અને ગૂગલ બંને ટેક્નોલોજી જાયન્ટ્સે જિયો ફોન નેક્સ્ટ પર મોટો દાવ રમ્યો છે. ફોનના લોન્ચિંગ પર બોલતા જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે હું ડિજિટલ ક્રાંતિની શક્તિમાં દ્રઢપણે વિશ્વાસ કરું છું. કનેક્ટિવિટી પ્રદાન કરીને  અમે 135 કરોડ ભારતીયોના જીવનમાં સુધારો અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે અમારી સ્માર્ટફોન JioPhone Next તેમનું જીવન બદલી નાખશે

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ JioPhone નેક્સ્ટને માઈલસ્ટોન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જિયો ફોન નેક્સ્ટ એ ભારતીયો માટે તૈયાર કરવામાં આવેલો સસ્તો સ્માર્ટફોન છે. આ ઉપકરણ દરેક ભારતીયને ઈન્ટરનેટથી કનેક્ટ થવાની તક આપશે. ફોન સાથે સંકળાયેલા એન્જિનિયરિંગ અને ડિઝાઇન પડકારોને ઉકેલવા માટે અમારી ટીમોએ સાથે મળીને કામ કર્યું. લાખો લોકો આ સ્માર્ટફોનનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જોવા માટે હું ઉત્સાહિત છું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી ફરી એક વખત નજરકેદ