Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IT રીટર્નના ફોર્મમાં વિદેશી પ્રવાસ અને વિદેશી ખાતાની માહિતી જરૂરી

IT રીટર્નના ફોર્મમાં વિદેશી પ્રવાસ અને વિદેશી ખાતાની માહિતી જરૂરી
નવી દિલ્હી , શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (16:25 IST)
કાળા નાણા માટે બનેલી એસઆઈટીએ પોતાની પહેલી રિપોર્ટમાં ઈનકમ ટેક્ષ રિટર્નના ફોર્મમાં મોટા ફેરફાર લાવવાની વાત કરી છે. 
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કરદાતાઓએ વિદેશી બેંકોના ખાતાને વિદેશ પ્રવાસની માહિતી ઈન્કમ ટેક્ષ રીટર્નનું ફોર્મ ભરતી વખતે આપવી પડશે. આ સમાચાર અંગ્રેજી સમાચારપત્ર હિન્દુસ્તાન ટાઈમ્સે આપી છે. 
 
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિપોર્ટમાં કહેવાયુ છે કે ફેમામાં ફેરફાર જરૂરી છે. તેમા સિવિલ લો ની શ્રેણી હટાવીને ક્રિમિનલ લો કરવી જોઈએ. આ ઉપરાંત એસઆઈટી ઈચ્છે છે કે મની લોન્ડ્રિંગ એક્ટને મજબૂત કરવામાં આવે. જેથી હવાલા ટ્રેડિંગમાં દોષી ઠરનારા ભારતીય નાગરિકોની વિદેશમાં રહેલી પ્રોપર્ટી સીલ કરવાનો અધિકાર ઈડી પાસે હોય. 
 
સુત્રોના હવાલેથી મળેલી ખબર પર લખાયુ છે કે એસઆઈટી આયાત અને નિકાસની ચલણ પ્રક્રિયાની પણ તપાસ કરશે. એસઆઈટીનું માનવુ છે કે સૌથી વધારે હવાલા ટ્રેંડિગ આ માધ્યમથી થાય છે. 
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિદેશનુ પાલન કરતા એનડીએ સરકારે કાળા નાણાંની તપાસ મુદ્દે એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીએ પોતાની પ્રથમ રિપોર્ટ 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટને સોંપી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો. જેમા કહ્યુ હતુ કે હવે બ્લેકમનીને પરત લાવવાનો મુદ્દો આગળ વધશે.  

Share this Story:

Follow Webdunia gujarati