Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોંઘવારીની માર: લીંબૂ મરચાંને લાગી મોંઘવરીની 'નજર', પેટ્રોલ કરતાં પણ મોંઘા બન્યા લીંબૂ મરચાં

Inflation hits
, શુક્રવાર, 8 એપ્રિલ 2022 (10:50 IST)
પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે સામાન્ય માણસ ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ પાણી પણ પી શકે તેમ નથી. લીંબુના ભાવ પણ હવે લોકોની પહોંચની બહાર થઈ રહ્યા છે. ઉનાળામાં વધતા તાપમાન વચ્ચે લીંબુની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ઘણી જગ્યાએ લીંબુનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. આલમ એ છે કે ઘણી જગ્યાએ માત્ર એક લીંબુ 10 રૂપિયામાં મળે છે. સુરતમાં પણ લીંબુના ભાવમાં ઘણો વધારો થયો છે. “એક શાકભાજીના જથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચક્રવાત દરમિયાન, લીંબુના છોડને ભારે નુકસાન થયું હતું.
webdunia
મોંઘવારીએ સતત સામાન્ય પ્રજાની કમર તોડી નાખી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે એ જ પ્રમાણે હવે લીંબૂ સહિત શાકભાજીઓમાં પણ વધારો થઇ હતો. તેને જોતાં એમ લાગે છે કે જાણે લીંબૂ મરચાં અને પેટ્રોલ ડીઝલ વચ્ચે જાણે ભાવ વધારાની હરીફાઇ લાગી હોય. શાકભાજીના ભાવ આસમાને જતાં ગૃહિણીનું બજેટ ખોરવાઇ ગયું છે. ઉનાળાની શરુઆત પહેલા જ લીંબુના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે અને હવે તો 300 રુપિયે કિલો લીંબુનો ભાવ નોંધાયો છે.  અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના શાકભાજી પ્રતિકિલો 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જ્યારે મરચા પણ 200 રુપિયે કિલો વેચાઇ રહ્યા છે.
 
દિલ્હીના બજારમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. નોઈડામાં લીંબુ 250 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. કેટલાક દુકાનદારોનું કહેવું છે કે મંડીઓમાં જ લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, ગયા અઠવાડિયે જે લીંબુ રૂ. 200 પ્રતિ કિલો વેચાતા હતા તે હવે રૂ. 250ને પાર કરી ગયા છે. 
 
દિલ્હીમાં લીંબુનો ભાવ 350-400 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે નોઈડાના બજારમાં અઢીસો ગ્રામ 80-100 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ગાઝીપુરના શાક માર્કેટમાં દુકાનદારોને 250 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવી રહ્યા છે, ત્યાર બાદ બજારમાં ગ્રાહકોને 300 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. જોકે બજારમાં બે પ્રકારના લીંબુ પણ વેચાઈ રહ્યા છે, પહેલું લીલું લીંબુ જેની કિંમત રૂ. 300 છે અને બીજું બાજુ પીળા લીંબુ રૂ. 360 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.
 
ભોપાલમાં લીંબુ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો, જયપુરમાં 350 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તો બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આ જ સ્થિતિ પ્રવર્તે છે, જ્યાં લીંબુનો ભાવ 300 થી 350 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. લખનઉમાં લીંબુનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલો અને રાયપુરમાં 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહેસાણા: મૂકબધિર મહિલા પર સામૂહિક દુષ્કર્મ