Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Indian Army માં મહિલાઓને Job માટે શાનદાર તક, આ રીતે કરો રજીસ્ટ્રેશન

Indian Army માં મહિલાઓને Job માટે શાનદાર તક, આ રીતે કરો રજીસ્ટ્રેશન
, ગુરુવાર, 25 એપ્રિલ 2019 (15:52 IST)
એક સમય એવો હતો કે સેનામાં ફક્ત પુરૂષો જ એકાધિકાર હતા. પણ હવે સુરક્ષાના ક્ષેત્ર ભલે પછી એ થલસેના. વાયુસેન કે પછી નૌસેના કેમ ન હોય. દરેક સ્થાન પર મહિલાઓ પોતાની પ્રતિભા બતાવી રહી છે. જે મહિલાઓ/યુવતેઓને પડકારરૂપ કાર્ય કરવા અને વિષમ પરિસ્થિતિઓ સામે લડવાનો જોશ છે, તેમને માટે ભારતીય સેના સાથેજોડાવવાની શાનદાર તક છે. ભારતીય સેનાએ મહિલા મિલિટ્રી પોલીસમાં સામાન્ય પદ માટે અરજી મંગાવી છે. 
 
ભારતીય સેનાએ મહિલા મિલિટ્રી પોલીસના સામાન્ય પદો પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી છે. ભારતીય સેનાની જોબ્સ સંબંધિત વેબસાઈટ http://joinindianarmy.nic.in  પર આ નોટિફિકેશન રજુ કરવામાં આવી છે. 
 
ભારતીય સેનાની મહિલા મિલિટ્રી પોલીસમાં સામાન્ય સૈનિક પદ માટે 25 એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાય છે. આ ખુલ્લી ભરતી રહેશે અને આ માટે અંબાલા, લખનૌ, જબલપુર, બૈગલુરુ અને શિલાંગમાં રેલીઓનુ આયોજન કરવામાં આવશે. 
 
આયુ સીમા, શારીરિક માનદંડ અને શૈક્ષણિક યોગ્યતા 
 
વૂમન આર્મી પોલીસમાં સામાન્ય સૈનિક પદ પર અરજી કરવાની ન્યૂનતમ વય સાડા 17 વર્ષ અને અધિકતમ વય 21 વર્ષની કરવામાં આવી છે. અરજદારનો જન્મ 1 ઓક્ટોબર 1998થી 1 એપ્રિલ 2002ની વચ્ચે હોવી જોઈએ. 
 
અરજી કરનારી યુવતીની લંબાઈ 142 સેંટીમીટર હોવી જોઈએ. 
 
સામાન્ય સૈનિક પદ માટે અરજી કરનારી યુવતી કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મા ધોરણમાં કક્ષામાં 45 ટકા અંકો સાથે ઉત્તીર્ણ થવી જોઈએ. 
 
વૂમન આર્મી પોલીસમાં સામાન્ય સૈનિક પદ માટે સાર્વજનિક ભરતી છે. યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે રેલીનુ આયોજન કરવામાં આવશે. આ રેલીમાં 1.6 કિમીની દોડ 7.30 મિનિટમાં પૂરી કરવી પડશે. દોડમાં સફળ ઉમેદવારોને 10 ફૂટની લાંબી કૂદ અને 3 ફૂટની ઊંચી કૂદમાં સામેલ કરવામાં આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Cup 2019 - વેસ્ટઈંડિઝની 15 સભ્યોની ટીમ જાહેર, ગેલનો અંતિમ વર્લ્ડ કપ, પોલાર્ડ-નરેન બહાર