Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2021 Income Tax Slab:ટેક્સમાં રાહતની આશા લગાવીને બેસેલા લોકો માટે ઝટકો, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી

Budget 2021 Income Tax Slab:ટેક્સમાં રાહતની આશા લગાવીને બેસેલા લોકો માટે ઝટકો, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી
નવી દિલ્હી. , સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (13:48 IST)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજુ કર્યુ છે. મોટી વાત એ છેકે બજેટમા સામાન્ય જનતાને ટેક્સમાં કોઈ મોટી રાહત મળી નથી.  બજેટમાં વર્તમાન ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. નિર્મલા સીતારમણે કહ્યુ છે કે વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાં રાહત આપવામાં આવશે. 75ની વય પાર કરી ચુકેલા નાગરિકોએન હવે આઈટીઆર્ભરવાની જરૂર નથી. મતલબ હવે તેમને ઈનકમ ટેક્સ નહી ભરવો પડે. 
 
10 લાખથી 20 લાખ સુધીની સેલેરી પર નવા અને જૂના સિસ્ટમમાં કેટલો ટેક્સ ચુકવવો પડશે 
 
7.5થી 10 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ 
webdunia
 
ઉલ્લેખનીય છે કે  કોઈની સેલરી કે ઈનકમ 2.5 લાખ રૂપિયા છે તો તેને સરકાર દ્વારા કર મુક્ત રાખવામાં આવ્યુ છે. આ જૂના અને નવા બંને સિસ્ટમમાં એક સમાન છે. બીજી બાજુ 2.5 લાખ રૂપિયાથી 5 લાખ સુધીની આવક પર પહેલાની જેમ 5 ટકા ટેક્સ લગાવાશે. બીજી બાજુ જે લોકોની આવક 5 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયા સુધી છે. તેમના પર 10 ટકા ટેક્સ લગાવાશે. જેની ઈનકમ 7.5 લાખથી 10 લાખ રૂપિયા સુધી છે. તેમને 15 ટકા ટેક્સ ચુકવવો પડશે. 
 
15 લાખથી વધુની કમાણી પર 30 ટકા છે ટેક્સ 
 
જે લોકો વાર્ષિક 10 વર્ષથી 12.5 લાખ રૂપિયા કમાવે છે તેમને 20 ટકા ટેક્સ ચુકવવો પડશે. 12.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની ઈનકમ પર સરકાર દ્વારા 25 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.  અને જેમની આવક 15 લાખ રૂપિયાથી  વધુ છે તેમને 30 ટકા ટેક્સ લગાવાયો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેક્સિન લીધા બાદ ગઇકાલે એકનું મોત થયા બાદ આજે વડોદરામાં 15 પોલીસ તાલીમાર્થીને આડઅસર થતાં દોડધામ