Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IIM-A દ્રારા જિંદાલ સ્ટીલ લીમીટેડ સાથે સમજૂતી

IIM-A દ્રારા જિંદાલ સ્ટીલ લીમીટેડ સાથે સમજૂતી
અમદાવાદ , ગુરુવાર, 2 જુલાઈ 2015 (14:24 IST)
દેશમાં પબ્લીક પોલીસીના અભ્યાસ તેમજ પ્રેકટીસ માટેની સ્કુલો નહીવત પ્રમાણમાં જ છે. તે ઉદેશથી જિંદાલ સ્ટીલ દ્રારા આ ક્ષેત્રમાં વિદ્યાથીઓ આગળ વધે અને સ્કીલ ડેવલપ થાય તે માટે કપનીએ નવું પગલું ભર્યુ છે. આ નવી સ્કુલના અભ્યાસક્રમ તેમજ ડેવલપમેન્ટ માટે IIMA ના શિક્ષકો દ્રારા સંસોધન તેમજ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. Public Policy સ્કુલની સ્થાપના માટે આજે  IIM-A દ્રારા જિંદાલ સ્ટીલ લીમીટેડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંસ્થા સાથે ભારતની અગ્રગણ્ય સ્ટીલ ઉત્પાદન કરતી જિંદાલ સ્ટીલ કંપનીએ JSW public policy school નામની એકેડેમિક સંસ્થા સ્થાપી છે, તેના કારણે આગામી સમયમાં આ ક્ષેત્રમાંથી બહાર આવતા યુવાધનથી સમાજમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિકલ્પ સાધી શકાશે.

આઈઆઈએમ- અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આઈઆઈએમ-અમદાવાદના ડાયરેક્ટર આશિષ નંદા અને જેએસડબલ્યુ સ્ટીલ લિમિડેટના સીએમડી સાજન જિંદાલ ઉપસ્થિત રહીને પત્રકારોને માહિતી આપી હતી. આ સ્કુલ સ્થાપવા પાછળનુ મુખ્ય ઉદેશ એ છે કે, ભારત જેવો દેશ વૈશ્વિક સ્તરે ટોપ મેનેજમેન્ટ તેમજ અન્ય ક્ષેત્રોમા પણ સારી પ્રગતિ કરી છે, ત્યારે હાઇ કવોલીટી એજ્યુકેશન અને સ્કીલ ડેવલપીંગના ક્ષેત્રમાં સારી પ્રગતિ કરે તે હેતુ થી Public Policy સ્કુલની સ્થાપના કરવામાં આવી છે.

દેશમાં આઈઆઈએમ સંસ્થાઓનું શૈક્ષણિક ક્ષેત્રે આગવું મહત્વ રહેલું છે. આ સંસ્થાનોમાંથી તૈયાર થનાર વિદ્યાર્થીઓની વૈશ્વિક સ્તર પર માંગ રહેતી હોય છે. આ સંસ્થાઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરુ પાડનારી સંસ્થાઓમાં ગણના થાય છે.
IIM અમદાવાદના ડાયરેકટર પ્રોફેસર આશિષ નંદાએ સાથેની વાતચીતમાં જ્ણાવ્યું હતું કે IIM-A જેવી વિકસીત સંસ્થાઓમાં દેશની અગ્રણી કંપનીઓ દ્રારા આવા વિકાસના કાર્યો કરવામાં આવે તો ઉડતા પંખીને નવી પાંખો મળી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati