Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો, શુ નવા નોટોની નકલ બનાવવામાં લાગશે 5 વર્ષ ?

જાણો, શુ નવા નોટોની નકલ બનાવવામાં લાગશે 5 વર્ષ ?
નવી દિલ્હી. , ગુરુવાર, 24 નવેમ્બર 2016 (16:57 IST)
500 અને 2000ના નવા નોટોની રંગીન ફોટોકોપી કરી કેટલાક દગાબાજોએ ઠગવાની કોશિશ જરૂર કરી પણ અસલમાં આ નોટોના સિક્યોરિટી ફીચર્સ એટલા મજબૂત છે કે તેની નકલ આગામી 5 વર્ષ સુધી નથી બનાવી શકાતી. 
 
ઈંટેગલિયો પ્રિટિંગ તકનીકનો ઉપયોગ 
 
એક્સપર્ટ્સનુ કહેવુ છેકે કેટલુ પણ મગજ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી લેવામાં આવે આ નોટોની નકલ બનાવવામાં 5 વર્ષથી વધુ સમય લાગી જશે. નવા નોટોનુ છાપકામ તકનીક વિશેષ ફીચર્સના કારણે નકલી નોટ બનાવનારા પોતાના ઈરાદાઓમાં આગામી 5 વર્ષ સુધી સફળ નહી થાય.  ફેંક ઈંડિયન કરંસી ડિટેક્શન નોટ કિટના નિર્માતા વિવેક ખરે કહે છે.. 'નવા 2000 રૂપિયાના નોટની નકલ તૈયાર કરવી મુશ્કેલ છે. તેમા ઈંટેગલિયો પ્રિટિંગ તકનીકનો ઉપયોગ થયો છે ન કે ડ્રાઈ-ઑફસેટ પ્રિટિંગનો  ખરેના મુજબ આઉટસોર્સિગને કારણે 1000 રૂપિયાના નોટની નકલ બનાવવી સરળ થઈ ગયુ હતુ. 
 
સ્વદેશી સ્યાહીનો પ્રયોગ 
 
ખરે એ જણાવ્યુ કે ઈંટેગલિયો પ્રિંટિગ ડ્રાઈ-ઓફસેટ પ્રિંટિગ જેટલી સામાન્ય વાત નથી. નવા નોટોમાં પ્રયોગ કરવામાં આવેલ સહી સ્વદેશી છે. તે બોલ્યા, '2000 રૂપિયાના નોટ પર બનેલી રંગોળીનો આકારનુ વૉટરમાર્ક જૂના નોટો પર બનેલ વૉટરમાર્કથી અનેકગણુ સુરક્ષિત છે.' ખરે આ ઈનપુટ એ જાલસાઝના આધાર પર આપી રહ્યા છે જે છેલ્લા 20 વર્ષોથી નકલી નોટોના ધંધામાં રહ્યા. 
webdunia
પેપર્સની જાણ કરવામાં જ લાગી જશે 2 વર્ષ 
 
તેમણે કહ્યુ, 'પહેલા પાકિસ્તાનમાં ભારતીય કરંસીનુ છાપકામ સહેલુ હતુ. તેમની પાસે સમાન શાહી, પેપર મળી જતા હતા. જેનાથી સિક્યોરિટી ફીચર્સમાં ખાતર પાડીને નકલી નોટ ચલણમાં ફેલાવી દેવામાં આવતા  હતા.  હવે કોઈને ખબર નથી કે કેવા પ્રકારના પેપર્સનો પ્રયોગ થયો છે.  ફક્ત આ શોધ કરવામાં જ બે વર્ષ લાગી જશે.' 
 
પહેલાના નોટથી છે ખૂબ અલગ 
 
દગાબાજો તરફથી આવી રહેલી વાતોમાં એક આ પણ છે કે પેપર સાથે જે ડાઈ નવી નોટોમાં વાપરવામાં આવે છે તે પણ વેગળી છે. જૂના નોટો કરતા નવા નોટ એકદમ ચિકણા નથી.   ક્યાક ક્યાક ઉભરેલા પણ છે.  જેનાથી નકલી નોટ બનાવવી ખૂબ જ મુશ્કેલ છે.  ઈંડિયન સ્ટૈટિસ્ટિકલ ઈંસ્ટીટ્યૂટના ડેટા મુજબ, દર 10 લાખમાંથી 250 નોટ ફરજી નીકળી રહ્યા હતા.  સ્ટડીમાં સામે આવ્યુ કે દર વર્ષે સિસ્ટમમાં 70 કરોડ નકલી કરંસી નોટ બજારમાં ફરતી થતી હતી અને તપાસ એજંસીઓ ફક્ત એક તૃતીયાંશની જ શોધ કરી શકતા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ૫૦૦ દુભાષિયા વિદેશી ડેલિગેટોની ભાષાની મુશ્કેલી દૂર કરશે