Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાક.-કચ્છ વેપાર માર્ગ પુન: શરૂ કરવાની માગ

પાક.-કચ્છ વેપાર માર્ગ પુન: શરૂ કરવાની માગ
, સોમવાર, 21 ડિસેમ્બર 2015 (15:58 IST)
કચ્છથી પાકિસ્તાન સુધીનો વેપાર માર્ગ પુન: શરૂ કરવાની માગ સાથે ૫ ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (એફઓકેઆઈએ)નું પ્રતિનિધિમંડળ આવતા મહિને દિલ્હી ખાતે વડાપ્રધાન રેન્દ્ર મોદીને વિનંતી કરશે. કચ્છમાં ડીજી કોન્ફરન્સમાં જઈને વડાપ્રધાન મોદીને મળવાના એફઓકેઆઈએના પ્રતિનિધિઓના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. એફઓકેઆઈએના પ્રમુખ નિમિશ ફડકેએ અહીં જણાવ્યું હતું કે, અમારું પ્રતિનિધિમંડળ જાન્યુઆરીમાં વડાપ્રધાનને મળવા દિલ્હી જશે. અમે તેમને પાકિસ્તાન સાથે વેપાર કરવા કચ્છનો રૂટ ફરી શરૂ કરવા વડાપ્રધાનને વિનંતી કરશે. સ્વાતંય મળ્યાનાં ૧૦ વર્ષ સુધી ડિપ્લો (પાક.) અને ખાવડા નાકા (ભારત) વચ્ચે વેપારનો માર્ગ ખુલ્લો હતો. આ રૂટ છેલ્લા ૫૦ વર્ષથી બધં છે. કચ્છ અને પિમ ભારતના બજારને પાકિસ્તાનનું બજાર મળે તે માટે અમે વડાપ્રધાનને ખાવડા ખાતે ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઈસીપી) સ્થાપવા વિનંતી કરીશું. એમ ફડકેએજણાવ્યું હતું

Share this Story:

Follow Webdunia gujarati