Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઝાયડસ કેડીલા દ્વારા દુનિયાની સર્વ પ્રથમ r-DNA કોરોના વિરોધી રસીનુ માનવ પરીક્ષણ કરશે

ઝાયડસ કેડીલા દ્વારા દુનિયાની સર્વ પ્રથમ r-DNA કોરોના વિરોધી રસીનુ માનવ પરીક્ષણ કરશે
, શનિવાર, 4 જુલાઈ 2020 (09:33 IST)
ગુજરાતની પ્રતિષ્ઠિત કંપની ઝાયડસ કેડીલા દ્વારા કોરોના વાયરસ થી બચવાના ઉપાયરુપે વાયરસ વિરોધી રસી બનાવવાના પ્રયાસો હાથ ધર્યો હતો જેમાં તેઓએ કોરોના વાયરસના સ્પાઇક પ્રોટિનના જીન્સને એંનકોડ કરી રસી તૈયાર કરવામાં સફળતા મેળવીને ગુજરાતને મેડીકલ હબ ક્ષેત્રે નવતર આયામનો પ્રયાસ કરીને ગુજરાતને વેશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. 
 
ડૉ.એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ઝાયડસ કેડિલા કંપનીએ નોન રેપ્લીકેટીંગ અને નોન- ઇંટીગ્રેટીંગ પ્લાસ્મીડની મદદથી આ r-DNA રસી તૈયાર કરી છે. જે અંગેની ટ્રાયલ બેચ બનાવવા ગુજરાતની ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડ્મિનિસ્ટ્રેશન દ્વારા ટેસ્ટ લાયસન્સ આપવામાં આવ્યુ છે.રસીનુ સફળ પરિક્ષણ જુદાજુદા પ્રાણીઓમાં કરી કંપની દ્વારા પ્રી-ક્લિનિકલ તબક્કો સફળતા પુર્વક પુર્ણ કરેલ છે. ડ્ર્ગ કંન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા, દીલ્હી દ્વારા કંપની દ્વારા રજુ કરેલ સેફ્ટી તથા પરિક્ષણ અંગેના ડેટા સંતોષકારક જણાતા આ રસીને માનવ પરિક્ષણ અર્થે ફેઝ-૧ અને ફેઝ -૨ ક્લિનીકલ ટ્રાયલ માટે તા.૦૨/૦૭/૨૦૨૦ ના રોજ મંજુરી આપેલ છે. જેના સંદર્ભે કંપની દ્વારા ભારતના જુદા જુદા ભાગમાં અંદાજે ૧૦૦૦ જેટલા વ્યક્તીઓ પર રસીનુ પરીક્ષણ હાથ ધરશે. 
તેમણે ઉમેર્યુ હતું કે,આ રસીનુ પરીક્ષણ ૨૮ પ્રકારના ટોકસી સીટી પ્રાણીઓ પર કરાયા છે આ પરીક્ષણમાં પણ સફળતા મળી છે અને તે રોગપ્રતિકારક હોવાનુ પુરવાર થયેલ છે. રસીની મદદથી ઉત્પન્ન થતી એન્ટીબોડી દ્વારા સૌથી ઘાતક વાયરસને પણ તે નબળો પાડવામાં સક્ષમ હોવાનુ જણાયેલ છે. જો આ રસી માનવ પરીક્ષણમાં સંતોષકારક પરીણામ આપે તો નજીકના ભવિષ્યમાં ગુજરાતની ફાર્મા કંપની દ્વારા સમગ્ર વિશ્વને કોરોના વિરોધી રસી ઉપલબ્ધ કરવામાં સફળતા મેળવશે જે ગુજરાત માટે ગૌરવની બાબત છે.
 
આજ કંપની દ્વારા ભુતકાળમાં વર્ષ ૨૦૧૦-Swine Flu Pandemic”સમયે દેશમાં સૌ પ્રથમ Swine Flu વિરુધ્ધ H1N1 રસીનુ સફળતા પુર્વક નિર્માણ કરવાનો શ્રેય પણ તેમને જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લદ્દાખથી પીએમ મોદી LIVE: જવાનોને બોલ્યા - તમે દુનિયાને તમારી બહાદુરી બતાવી