Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની પોલીસી જાહેર થયા પછી ટુ વ્હીલરના ભાવ ઘટશે

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની પોલીસી જાહેર થયા પછી ટુ વ્હીલરના ભાવ ઘટશે
, ગુરુવાર, 24 જૂન 2021 (20:09 IST)
ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદવુ હવે સસ્તુ થઈ ગયુ છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જ ગુજરાત ઈલેક્ટ્રિક વાહન નીતિ  (Gujarat EV Policy 2021) ની જાહેરાત કરી. જેના હેઠળ હવે રાજ્ય સરકાર આગામી ચાર વર્ષમાં સબસીડી સહાયતાના રૂપમાં 870 કરોડ રૂપિયા આપશે. 
 
સરકાર તરફથી FAME-II (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India)યોજનામાં ફેરફાર થયા બાદ હવે ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીઓએ રેટ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. સરકારના આ પગલાંનો લાભ તે ગ્રાહકો મેળવી શકશે જેઓ નવું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદશે.FAME-II યોજના અંતર્ગત સરકારે સબસિડીમાં કર્યો વધારો કેન્દ્ર સરકારે FAME-II યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરસ પરની સબસિડીમાં 50 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક ઉત્પાદકો માટેની સબસિડીને, વાહન દીઠ KWH 10,000 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે ઈંસેંટિવ  40 ટકા કરવામાં આવ્યું છે, જે અગાઉ 20 ટકા હતું
 
આ યોજનાનો ઉદ્દેશ્ય 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી ચાર વર્ષમાં ગુજરાતના રસ્તાઓ પર બે લાખ ઇલેક્ટ્રિક વાહનો જોવાના લક્ષ્ય સાથે ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ 2021 જાહેર કરી છે.
 
ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ 2021 શું છે?
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્રેમ -2 (FAME-II) નીતિ હેઠળ ઇલેક્ટ્રિક વાહનો ખરીદતા લોકોને સબસિડીના લાભો માટે રાજ્ય કક્ષાએ ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ 2021 ની શરૂઆત કરી છે.
 
આ નીતિ આગામી ચાર વર્ષ માટે લાગુ થશે અને સબસિડીની રકમ સીધી DBT દ્વારા ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આમાં, મોટાભાગે સ્કૂટર, બાઇક, રિક્ષાઓ અને ઓટોમોબાઇલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ ઉત્પાદન આગળ ધપાવવામાં આવશે.
 
સબસિડીનો લાભ કોને મળશે?
 
આ યોજના અંતર્ગત, ઇ-બાઈક પર રૂ 20,000, ઇ-રિક્ષા પર રૂ. 50,000 અને ફોર વ્હીલર્સ પર 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. એટલું જ નહીં, લોકો દ્વારા ચાર્જિંગ સ્ટેશનના નિર્માણ કરવા માટે સરકાર 10 લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપશે. જો કે, આ સબસિડી પ્રતિ કિલોવોટના આધારે આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WTC Final IND Vs NZ - આ ત્રણ કારણોને લીધે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હારી