નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે દિલ્હીથી મુંબઈ વચ્ચે કોમર્શિયલ ઉપયોગ માટેના 19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં 14-16 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, ઘરેલું વપરાશના એલપીજી સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમત 803 રૂપિયા પર યથાવત છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, હોટલ અને રેસ્ટોરન્ટ જેવી વિવિધ સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ એલપીજીની કિંમત હવે રાષ્ટ્રીય રાજધાનીમાં 19 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 1804 રૂપિયા હશે, જે પહેલા 1818.50 રૂપિયા હતી.
ડિસેમ્બરમાં સિલિન્ડર મોંઘું થયું
તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા હતા. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી
સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ અનુસાર, 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા પણ નવેમ્બર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે સરકારી તેલ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે.