Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

Gold Price Today: સોનાની કિમંતમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરમાં આજે શુ છે Gold પ્રાઈસ

Gold Price Today
, મંગળવાર, 13 જુલાઈ 2021 (13:01 IST)
Gold Price Today: ભારતમાં સોનાની કિમંતોમાં મંગળવારે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે માર્કેટમાં યેલો મેટલ અગાઉના સેશનમાં એક અઠવાડિયાના નીચલ સ્તર પર પહોચ્યા પછી સ્થિર રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનુ ઓગસ્ટ વાયદા ભાવ 59 રૂપિયાની તેજી સાથે 47,833 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે કે બંધ ભાવ 47,774 રૂપિયા હતો. તો બીજી બાજુ ચાંદીનો સપ્ટેમ્બર વાયદા ભાવ 115 રૂપિયા કે 0.8 ટકાની તેજી સાથે 69,490 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રૂલ કરી રહ્યો હતો. અગાઉના સત્રમાં ચાંદી વાયદા 69,375 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. 
 
સોનાના ભાવમાં ઘટાડો 
 
ઉલ્લેખનીય છે કે 24 કેરેટ સોનાનો ભાવ મંગળવારે 100 રૂપિયા પ્રતઇ 10 ગ્રામના ઘટાડા સાથે 47,710 રૂપિયા પર આવી ગયો. જે અગાઉના વેપારી સત્રમાં 
47,810  રૂપિયા હતો. તો ચાંદી અગાઉના વેપારના 69,300  રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટીને  69,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. 
 
 
જાણો તમારા શહેરમાં ગોલ્ડનોશુ રેટ છે 
 
દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 46,790 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50,840 રૂપિયા છે.
મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 46,700 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 47,700 રૂપિયા છે.
ચેન્નાઇમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 45,060 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 49,160 રૂપિયા છે.
કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 47,370 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50,070 રૂપિયા છે.
બેંગ્લોરમાં આજે 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂપિયા 44,650 અને 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 48,710 રૂપિયા છે.
હૈદરાબાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 44,650 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 48,710 રૂપિયા છે.
ઉત્તરપ્રદેશના લખનઉમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 46,790 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50,840 રૂપિયા છે.
નાગપુરમાં 22 કેરેટ સોનાનો દર 10 ગ્રામ દીઠ 46,700 રૂપિયા છે અને 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 47,700 રૂપિયા છે.
અમદાવાદમાં 22 કેરેટ સોનનો દર 10 ગ્રામ દીઠ 47,150  રૂપિયા છે અને 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ  49,150  રૂપિયા છે. 
 
દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સ્થિર બનેલો છે. તૈયાર સોનુ 0.1 ટકા વધીને 1,807.22 ડોલર પ્રતિ ઔસ પર અમેરિકી સોના વાયદા પણ 0.1 ટકાની તેજી સાથે 1,808.1 અમેરિકી ડોલર પર પહોંચી ગયો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માસ પ્રમોશન મળી ગયું હોવા છતાં 100% વાલીઓને દીકરા દીકરીના ભણતરની ચિંતા