અમદાવાદ RTO દ્વારા ટુ વ્હિલર વાહનો માટે નવી સિરીઝ શરુ કરવામાં આવશે. જેમાં જુની સિરીઝ GJ-01-VH ટુંક સમયમાં પૂર્ણ થવાની હોવાથી હવે નવી GJ-01-VJ સિરીઝ શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત L.M.V ગાડીમાં અગાઉની સિરીઝમાં બાકી રહેલ ગોલ્ડન અને સિલ્વર નંબરોની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. અમદાવાદ RTO દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ટુ વ્હિલર વાહનો જુની સિરીઝ GJ-01-VH ટુંક સમયમાં પૂર્ણ થવાની હોવાથી હવે નવી GJ-01-VJ સિરીઝ શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત L.M.V ગાડીમાં અગાઉની સિરીઝમાં બાકી રહેલ ગોલ્ડન અને સિલ્વર નંબરોની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. આ હરાજીમાં પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીનો નંબર મેળવવા માટે ઓનલાઈન C.N.A ફોર્મ ભરવું પડશે. આ માટે 1 અને 2 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન નંબર રજિસ્ટ્રર કરવાનો રહેશે. તેમજ 3 અને 4 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન બિડિંગ કરવાનું રહેશે.અમદાવાદ RTO દ્વારા યોજાનાર ઓનલાઈન હરાજીમાં પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનના માલિકો ઓનલાઈન નંબર રજિસ્ટ્રેશન માટે parivahan.gov.in વેબસાઈટ પર Number Booking ઓપ્શનમાં જઈને બીડીંગમાં ભાગ લઈ શકશે.