Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના 5 ફાયદા વિશે જાણો

મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના 5 ફાયદા વિશે જાણો
, શનિવાર, 4 જુલાઈ 2015 (17:14 IST)
શુક્રવારથી સમગ્ર ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિદ્યા શરૂ થઈ ગઈ છે.  હવે ગ્રાહકો ઈચ્છે તો પોતાનો નંબર બદલ્યા વગર દેશના કોઈપણ ખૂણામાં જઈ શકે છે અને કોઈ બીજી ટેલીકોમ કંપની સાથે કનેક્શન લઈ શકે છે. 
 
સરકાર તરફથી ગુરૂવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે આ સુવિદ્યા લાગૂ કરવામાં આવી રહી છે. 
 
વોડાફોન, એયરટેલ, એમટીએસ, આઈડિયા, રિલાયંસ, બીએસએનએલ અને એમટીએનએલે શુક્રવારે આ સુવિદ્યા આપવી શરૂ કરી દીધી. આનાથી તમને શુ ફાયદા થશે જાણો.. 
 
1. તમે શહેર બદલી રહ્યા છો તો એક નવા સ્થાન પર નવો નંબર લેવાની જરૂર નથી. એક સ્થાન પરથી સર્વિસ બંધ કરાવો અને તમારો જૂનો નંબર તમારો જ બન્યો રહેશે. 
2. આધાર કાર્ડમાં ફોન નંબર આપ્યા પછી શહેર બદલવા પર તમારી ચિંતા પણ ઓછી થઈ જશે. 
 
3. હવે ફોન બદલવાની સાથે ડેટા ગુમ થવાનો ભય નહી રહે. સિમ વિશે બધા નંબર તમે જૂની સર્વિસ પ્રોવાઈડરને એક આવેદન આપીને પ્રાપ્ત કરી શકો છો. 
 
4. તમે બીજા સર્કલમાં સારુ નેટવર્ક કે સસ્તા ભાવની સર્વિસ પસંદ કરી શકો છો. 
 
5. કંપનીઓમાં પણ સારા દરો પર પોસ્ટપેડ અને પ્રીપેડ સુવિદ્યાઓ આપવા માટે કોમ્પીટિશન વધશે. 
 
 
કેટલાક વિસ્તારો વંચિત રહેશે 
 
એયરટેલે કહ્યુ છે કે જમ્મુ કાશ્મીર, અસમ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષાને કારણે આ સુવિદ્યા લાગૂ નહી કરવામાં આવે.  સંપૂર્ણ ભારતમાં ફુલ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી 3 નવેમ્બરથી લાગૂ થવાની હતી. 
 
પછી દૂરસંચાર વિભાગે આ વર્ષે 5 મે  ના રોજ તેની અવધિના બે મહિના વધારી દીધા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati