Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sim Card થી Gmail એકાઉન્ટ સુધી, આજથી બદલાઈ ગયા આ 3 નિયમો

Sim Card  થી Gmail  એકાઉન્ટ સુધી, આજથી બદલાઈ ગયા આ 3 નિયમો
, શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (14:18 IST)
અહીં તરત જ જાણો
જો તમે મોબાઈલ યુઝર છો અને ડિજીટલ રીતે કામ કરો છો, તો તમારે 1 ડિસેમ્બરથી ત્રણ નવા નિયમોનું પાલન કરવાની જરૂર છે,
 
ઈનેક્ટિવ Gmail અકાઉંટ બંધ 
ગૂગલે જાહેરાત કરી છે કે તે 1 ડિસેમ્બર 2023થી ઈનેક્ટિવ Gmailn અકાઉંટ બંધ કરવા શરૂ દેશે. ઈનએક્ટિવ Gmail અકાઉંટ એટલે કે જે Gmail અકાઉંતને ગયા 2 વર્ષથી વાપર્યા નથી. Gmail અકાઉંટ ના બંધ થવાની સાથે જ તેના બધા કંટેટ ડિલીટ કરી દેવામાં આવશે તેમાં ઈમેલ, સંપર્કો, કેલેન્ડર્સ અને અન્ય ડેટાનો સમાવેશ થાય છે
 
કેન્દ્ર સરકારે સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમો હેઠળ, 1 ડિસેમ્બર, 2023 થી કોઈપણ વપરાશકર્તાને મર્યાદિત સંખ્યામાં સિમ કાર્ડ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કે સિમ કાર્ડ વેચનાર આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ હેઠળ, વ્યક્તિનું રજીસ્ટ્રેશન રદ કરી શકાય છે અથવા તેને દંડ થઈ શકે છે.
 
જીવન પ્રમાન ફેસ એપ
જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે, તમારે જીવન પ્રમાન ફેસ એપનો ઉપયોગ કરવો પડશે. આ એપ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. એપ ડાઉનલોડ કર્યા પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવો પડશે. આ પછી, તમારે તમારા ચહેરાને સ્કેન કરવું પડશે. આ પ્રક્રિયામાં, તમારે તમારા ચહેરાને એક ફ્રેમમાં મૂકવો પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

15 શાળાઓમાં વિસ્ફોટક લગાવી દીધા છે મેલ પર મળી ધમકી હોબાળો