દક્ષિણ ભારતના કોલ્લમ રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ શરૂ થવાની સાથે જ ભારતીય રેલવે 2016ના અંત સુધી દેશના 100 રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ સેવા પુરી પાડવાના પોતાના લક્ષ્યને પુર્ણ કરી ચુકી છે.
રેલવેનો આગામી લક્ષ્ય આવતા વર્ષ સુધી ગૂગલના સહયોગથી 400 મોટા સ્ટેશનોને ફ્રી વાઈ ફાઈ સેવાથી યુક્ત કરવાનુ છે.
રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, અમે મુંબઈ સ્ટેશનથી શરૂઆત કરી હતી અને હવે કોલ્લમને પણ નિશુલ્ક વાઈ ફાઈ સેવા સાથે જોડી દીધુ છે. આ સાથે જ આપણે ગૂગલના સહયોગથી વર્ષના અંત સુધી દેશના 100 સૌથી વ્યસ્ત સ્ટેશનો પર ફ્રી વાઈ ફાઈ સેવા પુરી પાડવાનુ લક્ષ્ય પુર્ણ કરી લીધુ છે.
આ વર્ષે જાન્યુઆરીમાં રેલવેએ મુંબઈના સ્ટેશન પર પ્રથમ ફ્રી વાઈ ફાઈ સેવાની શરૂઆત કરી હતી અને ભુવનેશ્વર, બેંગલુરુ, હાવડા, કાનપુર, મથુરા, અલીગઢ, બરેલી અને વારાણસી જેવા બધા વ્યસ્ત સ્ટેશનોને આની સાથે જોડવાનુ કામ ચાલુ રાખ્યુ.