Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fixed Deposit Rate Hike:- Federal Bankના ગ્રાહકો માટે સારા સમાચાર બેંકએ એફડીની વ્યાજ દરમાં વધારો કર્યો જાણૉ વિગત

Fixed Deposit Rate Hike:- Federal Bankના ગ્રાહકો માટે સારા સમાચાર બેંકએ એફડીની વ્યાજ દરમાં વધારો કર્યો જાણૉ વિગત
, શુક્રવાર, 24 જૂન 2022 (16:01 IST)
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની તરફથી રેપો રેટમાં વધારો પછી બેંકએ પણ કર્જના વ્યાજદરમાં વધારો શરૂ કરી દીધુ છે લોન પર વ્યાજ દર વધવાના સિવાય બેંક જમા પર પણ વ્યાજ દરમાં વધારો થવા લાગ્યુ છે. આ વચ્ચે પ્રાઈવેટ સેક્ટરના ફેડરલ બેંક  (Federal Bank) એ ફિક્સડ ડિપોજિટ એટલે કે એફડી પર મળતા વ્યાજની દરમાં વધારો કર્યુ છે. 
 
ફેડરલ બેંકના નવા FD દરો
ફેડરલ બેંકે 7 થી 29 દિવસની પાકતી મુદતવાળી FD પર વ્યાજ દર 2.65 ટકાથી વધારીને 2.75 ટકા કર્યો છે. બેંકે 30 અને 45 દિવસની થાપણો પર વ્યાજ દર 3.25 ટકા પર યથાવત રાખ્યો છે. 46 થી 60 દિવસની થાપણો પર પહેલાની જેમ 3.65 ટકાના દરે વ્યાજ મળશે. 61 દિવસથી 90 દિવસમાં પાકતી થાપણો પર 3.75 ટકાનો વ્યાજ દર યથાવત રહેશે. બેંક 91 દિવસથી 119 દિવસ અને 120 દિવસથી 180 દિવસમાં પાકતી થાપણો પર અનુક્રમે 4.00 ટકા અને 4.25 ટકાના વ્યાજ દરો ઓફર કરવાનું ચાલુ રાખશે. 181 દિવસથી 270 દિવસની FD પર વ્યાજ દર 4.50 ટકાથી વધીને 4.60 ટકા થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા શહેરમાં ફોનિક્સ સ્કૂલમાં આગની ઘટના બનતા નાસભાગ મચી, વિદ્યાર્થીઓનું રેસ્કયુ કરી સહિસલામત બહાર કાઢ્યા