rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fastag ને લઈને 15 ઓગસ્ટથી બદલાઈ જશે નિયમ, રૂ 3000 માં બનશે એક વર્ષ માટે પાસ

Fastag new rule
, બુધવાર, 18 જૂન 2025 (15:03 IST)
જો તમે ગાડી ચલાવો છો તો તમારે માટે જરૂરી સમાચાર છે. કેન્દ્ર સરકાર આગામી 15 ઓગસ્ટથી ફાસ્ટૈગના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. સરકારની આ પહેલ હેઠલ 15 ઓગસ્ટ 2025 થી 3000 રૂપિયાની કિમંતવાળા FASTag આધારિત વાર્ષિક પાસ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ પાસ સક્રિય હોવાની તિથિથી એક વર્ષ સુધી કે 200 યાત્રાઓ સુધી   જે પણ પહેલા હોય, વૈઘ રહેશે.  માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતની માહિતી શેયર કરતા કહ્યુ કે આ પાસ ફક્ત બિન વ્યવસાયિક ખાનગી વાહનો (કાર, જીપ, વેન વગેરે)  માટે વિશેષ રૂપથે તૈયાર કરવામાં આવ્યો છે અને આ દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગો પર નિર્વિરોધ યાત્રાને શક્ય બનાવશે. 
 
એક જુદી લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે
કેન્દ્રીય મંત્રીએ એ પણ બતાવ્યુ કે વાર્ષિક પાસ માટે એક્ટિવેશન કે રિન્યુલ માટે જલ્દી જ રાજમાર્ગ યાત્રા એપ અને  NHAI / MoRTH ની વેબસાઈટ પર એ જુદી લિંક પુરી પાડવામાં આવશે. જેનાથી પ્રક્રિયા સરળ અને સુગમ થશે. તેમણે કહ્યુ કે આ નીતિ 60 કિલોમીટરના દાયરામાં સ્થિત ટોલ પ્લાઝાને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓને અંડરલાઈંડ કરશે અને એક જ સરળ ટ્રાંજ્કેશન ના દ્વારા ટોલ પેમેંટને સહજ બનાવશે. 

 
ફાસ્ટૈગ શુ છે ?  
ફાસ્ટૈગ એક એવો ડિવાઈસ છે જે રેડિયો ફ્રીક્વેંસી આઈડેંટિફિકેશન એટલે કે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેનાથી ટોલનુ પેમેંટ સીધા તેની સાથે જોડાયેલ પ્રીપેડ ખાતા દ્વારા કરવામાં આવી શકે છે.  આ તમારા ગાડીની વિંડરસ્ક્રીન પર ચોટેંલુ હોય છે અને તમને રોકડ લેવડ દેવડ માટે રોકાયા વગર બિના ટૉલ પ્લાઝામાંથી પસાર થવામાં સક્ષમ બનાવે છે. તમને તમારે જરૂરિયાત મુજબ  ટૈગને રિચાર્જ/ટૉપ અપ કરવાનો હોય છે.  
 
ફાસ્ટૈગના ફાયદા 
ફાસ્ટૈગનો ઉપયોગના અનેક ફાયદા છે. તેના ઉપયોગ પર ગ્રાહકને પોતાના ટૈગ ખાતામા કરવામાં આવેલ બધી લેવડ-દેવડ માટે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ એલર્ટ મળે છે. ગ્રાહકને ટોલ ચુકવણી માટે રોકડ લઈ જવાની ચિંતાની જરૂર પડતી નથી. ગ્રાહક ડેબિટ કાર્ડ કે નેટ બેકિંગ દ્વારા પોતાના ટૈગ ખાતાને ઓનલાઈન રિચાર્જ કરી શકે છે. આ ઉપરાંત ગ્રાહક FASTag કંજ્યુમર પોર્ટલ પર લોગ ઈન કરીને તમારુ સ્ટેટમેંટ જોઈ શકો છો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેદારનાથ યાત્રામાં દુ:ખદ અકસ્માત: ખાડામાં પડી જવાથી બે યાત્રાળુઓના મોત, એક હજુ પણ ગુમ