Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોકાણકારોના એક જ દિવસમાં સાત લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

રોકાણકારોના એક જ દિવસમાં સાત લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
નવી દિલ્હી. , સોમવાર, 24 ઑગસ્ટ 2015 (18:25 IST)
સોમવાર મુંબઈ શેરબજાર માટે બ્લેક મન્ડે સાબિત થયો હતો. જ્યારે એક જ દિવસમાં સેન્સેક્સ 1700 અંક સુધી તૂટ્યો હતો. જો કે દિવસના અંતે તેમા 1625 અંકનું તોતિંગ ગાબડુ નોંધાયુ હતુ. તો નિફ્ટીમાં પણ 491 અંકનો કડાકો બોલાયો હતો. સેન્સેક્સમાં જૂન 2009 પછી અને નિફ્ટીમાં ઓક્ટોબ્ર 2008 પછી આટલો જંગી કડાકો નોંધાયો છે. આ કડાકામાં રોકાણકારોના સાત લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. 
 
તમામ લિસ્ટેડ શેરોના કુલ મૂલ્યાંકનના આધારે રોકાણકારોના કુલ સાત લાખ કરોડ ડૂબ્યા હતા. લિસ્ટેડ શેર ઘટીને 100 લાખ કરોડની નીચે આવી ગયા હતા અને બપોર પછી બીએસઈમાં 9534540 કરોડનું ટ્રેન્ડ જોવા મળ્યુ હતુ. 
 
નિષ્ણાતોન જણાવ્યા મુજ શેરબજારમાં ભયંકર કડાકા કે જોરદાર તેજી સામાન્ય બાબત છે પણ સોમવારે જે થયુ તે કંઈક જુદુ જ હતુ. ઈમ્પ્લોઈડ વોલેટિલીટીમાં ચાલીસ ટકાનો વિસ્ફોટક ઉછાળ જોવા મલ્યો હતો. એડલવાઈસ ફાઈનાંસના નિષ્ણાત સાહિલ કપુરે આ માટે ચીની માર્કેટમાં થયેલા પરિવાર્તનને જવાબદાર ગણાવ્યુ હતુ.  ચીને પોતાના ચલણમાં કરેલા અવમુલ્યનને કારણે અને તેના ઉત્પાદનના આંકડાઓમાં ઘટાડો થયા પછી અમેરિકાના શેરબજારમાં આવેલા કડાકાને કારણે એશિયન શેરબજારોમાં પણ ભારે ઉથલપાથલ હતી. જેને ભારતના શેરબજારને પણ પોતાના વાવાઝોડામાં ખેંચી લીધુ. 
 
શુક્રવારે ડાઉ જોન્સ ગગડ્યા પછી સોમવારે સવારે એશિયાના બજારોમાં કડાકો જોવાયો હતો. એશિયાના બજારોની નરમાઈની અસર ભારતના શેરબજાર પર  પણ જોવા મળી હતી અને આજે બજાર ખુલતાની સાથે જ ગભરાટભરી વેચવાલી શરૂ થઈ હતી.  દિવસ દરમિયાન મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ઉપરમાં 26730.40 અને નીહ્કામાં 25624.72 પોઈંટની રેંજમાં અથડાયા પહ્હી 1624.51 પોઈંટ અથવા તો પ્94 ટકા ગગડીને 25741.56 પોઈંટની સપાટીએ બંધ રહ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati