Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએફમાંથી પૈસા કાઢતા પહેલા જરૂર વાંચો આ સમાચાર

પીએફમાંથી પૈસા કાઢતા પહેલા જરૂર વાંચો આ સમાચાર
, શુક્રવાર, 22 મે 2015 (11:21 IST)
ઈપીએફઓ એ મામલાઓનો આવતા મહિનાથી પીએફ નિકાસી પર ટીડીએસ કાપશે જ્યા સંચય 30,000 રૂપિયાથી વધુ છે અને કર્મચારીએ પાંચ વર્ષથી ઓછુ કામ કર્યુ છે. ઈપીએફઓ દ્વારા રજુ સર્કુલરમાં કહેવામાં આવ્યુ છે કે નાણાકીય કાયદો 2015(2015ના 20)માં એક કર્મચારીને આપેલ સંચયી ભવિષ્ય નિધિની ચુકવણી સંબંધમાં એક નવી ધારા 192એ જોડવામાં આવી છે. 
 
આ જોગવાઈ એક જૂન 2015થી પ્રભાવી થશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ કહ્યુ કે જો સંચય પીએફ બેલેંસની ચુકવણી વખતે રકમ 30000 રૂપિયાથી વધુ છે અને સેવા પાંચ વર્ષથી ઓછી છે તો ટીડીએસ કાપવામાં આવશે. સર્કુલર મુજબ ટીડીએસ 10 ટકાના દરથી કાપવામાં આવશે. શરત એ છે કે પેન જમા કરવામાં આવ્યુ હોય. જો કે સભ્ય દ્વારા ફોર્મ 15જી કે 15 એચ જમા કરવામાં આવે છે. તો કોઈ ટીડીએસ નહી કાપવામાં આવે.  
 
આ ફાર્મોએ આ જાહેરાત કરવી પડશે કે ઈપીએફઓથી સંચય પીએફ ચુકવણી પ્રાપ્ત કર્યા પછી તેની આવક કર યોગ્ય નહી રહે. જ્યા ફોર્મ 15એચ વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુની આયુના લોકો) દ્વારા જમા કરવામાં આવે છે. બીજી બાજુ ફોર 15જી 60 વર્ષથી ઓછી આયુના દાવેદારો દ્વારા જમા કરવામાં આવે છે.  સર્કુલર મુજબ જો સભ્ય પૈન કે ફોર્મ 15જી કે 15એચ જમા કરવામાં નિષ્ફળ રહે તો વધુમાં વધુ 34.608 ટકાના દરે ટીડીએસ કાપવામાં આવશે. 
 
જો કે ઈપીએફઓ દ્વારા ટીડીએસ કાપવામાં થોડોક અપવાદ છે. એક ખાતાથી બીજા ખાતામાં પીએફ લઈ જવાની સ્થિતિમાં ટીડીએસ નહી કાપવામાં આવે. આ ઉપરાંત જો કર્મચારી ખરાબ સ્વાસ્થ્યને કારણે નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે તો આવી સ્થિતિમાં ટીડીએસ નહી કાપવામાં આવે. 

Share this Story:

Follow Webdunia gujarati