Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

EPFO તરફથી ગુડ ન્યુઝ, 8.5 ટકા વ્યાજની થશે આંશિક ચુકવણી, જાણો કેટલુ

EPFO તરફથી ગુડ ન્યુઝ, 8.5 ટકા વ્યાજની થશે આંશિક ચુકવણી, જાણો કેટલુ
, બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (17:30 IST)
ભવિષ્ય નિધિ કોષનુ પ્ર્રબંધન કરનારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ બુધવારે પોતાના છ કરોડ જેટલા પીએફ ધારકોને નાણાકીય વર્ષ 2019-20 ને લઈને ઈપીએફ પર નક્કી વ્યાજની આંશિક ચુકવની કરવાનો નિર્ણય કર્યો છે. એક સૂત્રએ આપેલી માહિતી આપતા જણાવ્યુ કે કર્મચારી ભવિષ્ય નિધિ પર 8.50 ટકના નક્કી દરમાંથી હાલ 8.15 ટકા (EPFO 8.15 percent interest payment) ની ચુકવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
 
આ નિર્ણય ઈપીએફઓ ટ્રસ્ટીની બુધવારે થયેલ બેઠકમાં લેવામાં આવ્યો. સૂત્રોએ જણાવ્યુ કે બાકી 0.35 ટકા વ્યાજની ચુકવણી આ વર્ષે ડિસેમ્બર સુધી ખાતાધારકોના ઈપીએફ ખાતામાં કરવામાં આવશે. ઈપીએફઓએ આ પહેલા એક્સચેંજ ટ્રેડેટ ફંડમાં રોકાણ કરવામાં આવેલા પોતાના કોષના બજારમાં વેચવાની યોજના બનાવી હતી. 
 
ઈપીએફ ખાતાધારકોને 8.5 ટકાના દરથી વ્યાજની પુણ ચુકવણી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ કોવિડ-19ને કારણે બજારમાં ભારે ઉઠાપટકને કારણે આવુ ન કરી શકાયુ.  ઈપીએફઓના કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ સંગઠનની નિર્ણય લેનારી ટોચની સંસ્થા છે. ડિસેમ્બર 2020માં તેની પુન બેઠક થશે જેમા ભવિશ્ય નિધિ ખાતાધારકોના ખાતામાં 0.35 ટકાના દરથી વ્યાજની બાકી રકમની ચુકવણી કરવા માટે ધ્યાન આપવામાં આવશે. 
 
વ્યાજની ચુકવણીનો આ મુદ્દો ટ્રસ્ટી મંડળની આજની બેઠકમાં સૂચિબદ્ધ નહોતો પરંતુ કેટલાક ટ્રસ્ટીઓએ પીએફ ખાતામાં વ્યાજની ચુકવણીમાં વિલંબ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રમ પ્રધાન સંતોષ ગંગવાર ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ છે. બોર્ડે આ વર્ષે માર્ચમાં મળેલી બેઠકમાં 2019-20 માટે પીએફ પર 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નાણા મંત્રાલયે ગયા  નાણાકીય વર્ષ માટે  પીએફ પર 8.5  ટકા વ્યાજ આપવાના નિર્ણય પર પહેલેથી જ સંમતિ આપી દીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી સરકાર અર્થવ્યવસ્થાને ગતિ કેમ આપી શકતી નથી?