Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એટીએમમાં બેલેન્સ જાણવાનો પ્રયાસ કરશો તો એનો પણ ચાર્જ લાગશે

એટીએમમાં બેલેન્સ જાણવાનો પ્રયાસ કરશો તો એનો પણ ચાર્જ લાગશે
, સોમવાર, 6 માર્ચ 2017 (09:58 IST)
નોટબંધી પછી રોકડ રકમ કાઢવાને લઈને ગ્રાહકોની સમસ્યા એક પછે એક વધતી જ જઈ રહી છે. શું તમને જાણ છે કે જો તમે બેન્કે આપેલા ફ્રી-ટ્રાન્ઝેકશન્સ પુરા થયા પછી જો એટીએમમાં તમારૂ બેલેન્સ જાણવાનો પ્રયાસ કર્યો તો એનો પણ ચાર્જ લાગશે. આનો અર્થ એ થયો કે બેન્કોએ બેલેન્સ તપાસવા અને મિની સ્ટેટમેન્ટ કાઢવાની પણ ફ્રી ટ્રાન્ઝેકશનમાં ગણતરી કરી છે. એચડીએફસી બેન્કે તો આની શરૂઆત ડિસેમ્બર-૨૦૧૪થી જ કરી દીધી હતી. આવનારા દિવસોમાં અન્ય બેન્કો પણ આ પ્રથાને અનુસરી શકે છે. અત્યારે એચડીએફસી બેન્કના સેવિંગ અને સેલેરી એકાઉન્ટ હોલ્ડરો આ બેન્કના એટીએમમાં માત્ર પાંચ વખત ફ્રી ટ્રાન્ઝેકશન કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકામાં વધુ એક ભારતીયને ગોળી મારીને બૂમો પાડકા કહ્યું કે તમારા દેશ પાછા જાઓ.