Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2017 : 1 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટમાં રેલ બજેટને લઈને કયા કયા એલાન થઈ શકે છે...

Budget 2017 : 1 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટમાં રેલ બજેટને લઈને કયા કયા એલાન થઈ શકે છે...
નવી દિલ્હી. , મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (16:42 IST)
1 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટ(Union Budget)માં જ રેલ બજેટ (Rail Budget) પણ સામેલ હશે. તાજેતરમાં જ ટ્રેનોના પાટા પરથી ઉતરવાના અનેક ભીષણ દુર્ઘટનાઓનો સામનો કરનારી રેલવે માટે 20,000 કરોડ રૂપિયાનો સુરક્ષા કોષ, નવા પાટાઓ પાથરવા, સ્ટેશનોના પુનર્વિકાસની સાથે સાથે રેલ વિકાસ પ્રાધિકરણ અને ઉચ્ચ ગતિ રેલ પ્રાધિકરણની રચના આ વર્ષના રેલ બજેટનો ભાગ હોઈ શકે છે. સરકારના સુધાર એજંડાને આગળ વધારતા જેટલી આ વખતના રેલ બજેટને જુદુ રજુ કરવાની 92 વર્ષની જૂની પરંપરા ખતમ કરશે. 
 
રેલ બજેટને લઈને કયા કયા એલાન થઈ શકે છે ... એક નજર 
 
- આ વર્ષે આ સામાન્ય બજેટનોજ ભાગ હશે જેમા આગામી નાણાકીય વર્ષ માટે સામાન્ય બજેટમાં રેલવે માટે નાણાકીય, પરિયોજનાઓ અને માળખાને લઈને કેટલાક પેરાગ્રાફ હશે. બુનિયાદી માળખાના વિકાસ પર જોર આપી શકાય છે. જેમા નવી રેલ લાઈનોનો વિકાસ, લાઈનોને ફરી પાથરવી, સ્ટેશનોનો પુનર્વિકાસ અને સુરક્ષા ઉન્નયન સામેલ છે. 
 
- સૂત્રોના મુજબ તાજેતરમાં ટ્રેનોના પાટા પરથી ઉતરવાની અનેક ઘટનાઓ પછી એક લાખ કરોડ રૂપિયાના સુરક્ષા કોષની અલગથી જોગવાઈ આ વખતના બજેટમાં કરી શકાય છે. આ આગામી પાંચ વર્ષ માટે હશે જેમા 20000 કરોડ રૂપિયા નાણાકીય વર્ષ 2017-18 માટે હશે. 
 
- રેલવે પોતાના 92 ટકા પરિચાલન સરેરાશ લક્ષ્યથી પણ ચૂકી જશે જે 94 થી 95 ટકા રહેવાની શક્યતા છે. 
 
- બજેટ 2017-18માં રેલ વિકાસ પ્રાધિકરણની રચનાની જાહેરાત કરી શકાય છે. જે તેને માટે વિનિયામકનુ કામ કરશે. આ ઉપરાંત ઉચ્ચ ગતિ રેલ પ્રાધિકરણના પ્રબંધ નિદેશક અને અન્ય નિદેશકોની પસંદગી સાથે આ પ્રાધિકરણની રચનાની પણ જાહેરાત કરવાની શક્યતા છે. 
 
- બજેટમાં ભાડા વગરનું રાજસ્વ વધારવાના ઉપાયો પર પણ ધ્યાન આપી શકાય છે. જેમા ખાલી પડેલી જમીનનો ઉપયોગ અને વ્યક્તિગત ભાગીદારી સાથે સ્ટેશનોનો પુનર્વિકાસનો સમાવેશ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2017 : જીએસટી (GST) શુ છે ? 7 ખાસ વાતો જે તમારે જાણવી જોઈએ...