Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંધી દરમિયાન ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્હીમાંથી મળી 250 કરોડની બેનામી સંપત્તિ

નોટબંધી દરમિયાન ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્હીમાંથી મળી 250 કરોડની બેનામી સંપત્તિ
નવી દિલ્હીઃ , શુક્રવાર, 3 માર્ચ 2017 (10:10 IST)
નોટબંધી દરમિયાન ખાતામાં જમા કરવામાં આવેલ રકમમાંથી આવકવેરા વિભાગને 250 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી છે. ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્હી જેવા રાજ્યોમાં ITની ટીમોએ 230 સર્વે હાથ ધર્યા હતા, જે અંતર્ગત માત્ર વિવિધ ઓફિસોને જ આવરી લેવામાં આવી હતી.
 
અધિકારીઓએ કહ્યું હતું કે, આ તમામ સર્વેમાં કુલ અઢીસો કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ મળી આવી હતી. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તે જાહેર થશે. ઓપરેશન ક્લીન મની 31  માર્ચ સુધી ચાલુ રહેશે. દરમિયાન આવકવેરા વિભાગે 15  ફેબ્રુઆરી સુધીમાં જે 6 લાખ લોકો પાસેથી જંગી માત્રામાં ડેટા મળ્યા છે તેનું વિશ્લેષણ કરવા માટે બે ફર્મને કામગીરી સોંપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત રમખાણોમાં વાયરલ થઈ હતી આ તસ્વીર, જાણો શુ છે તેની હકીકત