Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશના ૧૦ સૌથી શ્રીમંત લોકોની યાદીમાં ત્રણ ગુજરાતી

દેશના ૧૦ સૌથી શ્રીમંત લોકોની યાદીમાં ત્રણ ગુજરાતી
, ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2014 (12:05 IST)
‘અદાણી' ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દેશના સૌથી શ્રીમંત ભારતીયોના કલબમાં સામેલ થયા છે. એક રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીની સંપતિમાં ૧પર ટકાનો વધારો થયો છે. જે પછી અદાણીએ તમામ રેકોર્ડ તોડતા દેશના ૧૦ સૌથી શ્રીમંત લોકોની યાદીમાં પોતાનું સ્‍થાન અંકિત કરાવી લીધુ છે. આ યાદીમાં સૌથી પહેલુ નામ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું આવે છે.

   એક અહેવાલ અનુસાર છેલ્લા કેટલાક સમયથી અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્‍યો છે અને કંપનીની સંપત્તિ-બજાર પુંજી ૪૪,૦૦૦ કરોડ પહોંચી ગઇ છે જયારે ટોપટેનમાં પ્રથમ નંબરના મુકેશ અંબાણીની સંપત્તિમાં ૩૭ ટકાનો વધારો થયો છે. તેમની સંપત્તિ ૧ લાખ ૬પ હજાર કરોડ પર પહોંચી છે. બીજુ નામ આવે છે સનફાર્માના ચેરમેન દિલીપ સંઘવીનું તેમની સંપત્તિ પણ ૪૩ ટકા વધી છે અને તેઓ મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલથી એક પોઇન્‍ટ આગળ છે. લક્ષ્મી મિત્તલની સંપત્તિમાં ૪ ટકાનો ઘટાડો થયો છે જેને કારણે તેઓ ટોપટેનમાં ત્રીજા સ્‍થાને આવી ગયા છે. તેમની સંપત્તિ ૯૭,૦૦૦ કરોડ, જયારે દિલીપ સંઘવીની સંપત્તિ ૧ લાખ ર૯ હજાર કરોડ રૂપિયા છે.

   શેરબજારમાં આવેલા જોરદાર ઉછાળાએ ભારતીય ઉદ્યોગપતિઓને ઉંચાઇ સુધી પહોંચાડવામાં ઘણી મદદ કરી છે. રિપોર્ટ અનુસાર પાછલા એક વર્ષમાં ભારતમાં અબજપતિઓની સંખ્‍યા બમણી થઇ ગઇ છે. પ૯થી વધીને ૧૦૯ની થઇ છે. રિપોર્ટમાં એવુ પણ જણાવાયુ છે કે, ભારતના સૌથી અમીર લોકોમાં ૪૦ થી ૬ર વર્ષની વય વચ્‍ચેના લોકો છે. આમા છ એવા શ્રીમંત છે જેની ઉંમર ૪૦ વર્ષથી પણ ઓછી છે.

   વિપ્રોના અજીજ પ્રેમજી જુના સ્‍થાને છે. ચોથા સ્‍થાને રહેલા અજીજ પ્રેમજીની સંપત્તિ ૮૬,૦૦૦ કરોડ તો એચસીએલના ચેરમેન પીર શિવ નાદરનું પાંચમુ સ્‍થાન છે. તેની સંપત્તિ ૪૧ ટકા વધી ૭૮,૦૦૦ કરોડ થઇ ગઇ છે તે પછીની યાદીમાં એસ.પી.હિન્‍દુજા અને પલ્લોજી મિષાીનું નામ આવે છે તેઓની સંપત્તિ અનુક્રમે ૭ર અને ૬૩ હજાર કરોડ છે.આ ટોપટેનમાં તે પછીનું નામ કે.એમ.બિરલા, એરટેલના સુનિલ મિત્તલ અને અદાણીના ગૌતમ અદાણી આવે છે. ત્રણેયની સંપત્તિમાં ઉછાળો આવ્‍યો છે. ૧૬ ટકા ઉછાળા સાથે બિરલાની સંપત્તિ ૬ર હજાર કરોડ, ૯ ટકા ઉછાળા સાથે સુનિલ મિત્તલની સંપત્તિ પ૧ હજાર કરોડ પહોંચી ગઇ છે. આ યાદીમાં સૌથી વધુ ૧પર ટકા ઉછાળા સાથે ગૌતમ અદાણી દસમાં સ્‍થાને આવી ગયા છે. તેઓ અનિલ અંબાણીના સ્‍થાને આવી ગયા છે. અનિલ અંબાણીની સંપત્તિ પાંચ ટકા ઘટી છે અને તેમની સંપત્તિ ૪૩,૦૦૦ કરોડ પહોંચી છે.



Share this Story:

Follow Webdunia gujarati