Bank Holiday December 2024- બેંક કર્મચારીઓને આ વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં પૂરતી રજા મળશે. ડિસેમ્બરમાં બેંકોમાં 17 દિવસની રજા રહેશે. સાપ્તાહિક રજાઓ ઉપરાંત રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓના કારણે આવતા મહિને અડધાથી વધુ દિવસો બેંકો બંધ રહેશે. દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે. આ ઉપરાંત ઘણા તહેવારો અને કેટલાક ખાસ દિવસોમાં બેંક રજાઓ પણ હોય છે. ભારતીય રિઝર્વ બેંક દર વર્ષે બેંક રજાઓની યાદી બહાર પાડે છે.
આરબીઆઈની યાદીમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક બંને રજાઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રજાઓ પર દેશભરમાં તમામ બેંકો બંધ રહે છે. પ્રાદેશિક રજાઓ ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશ સાથે સંબંધિત છે. આ દિવસોમાં માત્ર સંબંધિત રાજ્ય અથવા પ્રદેશની બેંકો જ બંધ રહે છે. કોઈ પણ દિવસે એક રાજ્યમાં બેંક રજા હોવાનો અર્થ એ નથી કે બીજા રાજ્યમાં પણ રજા હશે. તેથી, અહીં નોંધનીય છે કે ડિસેમ્બરમાં સમગ્ર દેશમાં બેંકો 17 દિવસ સુધી બંધ નહીં રહે.
1 ડિસેમ્બર 2024 - રવિવાર - સાપ્તાહિક રજાના કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
3 ડિસેમ્બર (શુક્રવાર): સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના તહેવારને કારણે ગોવામાં રજા.
8 ડિસેમ્બર 2024 - રવિવાર - સાપ્તાહિક રજા.
ડિસેમ્બર 12 (મંગળવાર): મેઘાલયમાં Pa-Togan Nengminja Sangma ના કારણે બેંકો બંધ રહેશે.
14 ડિસેમ્બર 2024- બીજો શનિવાર-સાપ્તાહિક રજા.
15 ડિસેમ્બર 2024- રવિવાર - સાપ્તાહિક રજા.
ડિસેમ્બર 18 (બુધવાર): મેઘાલયમાં યુ સોસો થમની પુણ્યતિથિને કારણે બેંકો બંધ રહેશે.
19 ડિસેમ્બર (ગુરુવાર): ગોવા મુક્તિ દિવસને કારણે ગોવામાં બેંકો બંધ રહેશે.
22 ડિસેમ્બર 2024 - રવિવાર - સાપ્તાહિક રજા
ડિસેમ્બર 24 (ગુરુવાર): મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં બેંકો બંધ રહેશે.
25 ડિસેમ્બર (બુધવાર): ક્રિસમસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
26 ડિસેમ્બર (ગુરુવાર): મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં બેંકો બંધ રહેશે.
ડિસેમ્બર 27 (શુક્રવાર): નાગાલેન્ડમાં નાતાલની ઉજવણીના કારણે, રાજ્યમાં બેંક રજા રહેશે.
28 ડિસેમ્બર 2024 - ચોથો શનિવાર - સાપ્તાહિક રજા.
29 ડિસેમ્બર 2024 - રવિવાર - સાપ્તાહિક રજા.
ડિસેમ્બર 30 (સોમવાર): મેઘાલયમાં U Kiang Nangbah તહેવાર પર બેંકો બંધ રહેશે.
ડિસેમ્બર 31 (મંગળવાર): મિઝોરમ અને સિક્કિમમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા/લોસોંગ/નમસૂંગને કારણે બેંક રજા રહેશે.