Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાકભાજીની આવક ઓછી થતાં ભાવ આસમાને પહોંચ્યા, ગૃહિણીઓનું ભજેટ ખોરવાયું

શાકભાજીની આવક ઓછી થતાં ભાવ આસમાને પહોંચ્યા, ગૃહિણીઓનું ભજેટ ખોરવાયું
, બુધવાર, 27 જુલાઈ 2022 (10:26 IST)
ભારે વરસાદની તબાહી બાદ હવે મધ્યમવર્ગના નાગરિકોને શાકભાજીનો ભાવ વધારો ત્રાસ મચાવી રહ્યો છે. અન્ય રાજ્યો તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થયું છે. અને ખેડૂતોના શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. શાકભાજીની આવક બજારમાં ઓછી થતાની સાથે તેના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ પર પડી રહી છે. સાથે સાથે ઓછા ગ્રાહકોના કારણે વેપારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. મહત્વનું છે કે, જો આજ રીતે વરસાદ વરસતો રહેશે, તો આગામી સમયમાં હજી પણ શાકભાજીના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે.
 
શાકભાજીમાં 80 % થી 100 % સુધીનો ભાવ વધારો થયોછે. જેમાં પહેલાં જે શાકભાજી 30થી 40 રૂપિયા કિલોના ભાવથી વેચાતી હતી તેના ભાવ અત્યારે 80 થી 100 રૂપિયે કિલો વેચાઇ રહી છે. આમ 100 % નો ભાવ વધારો નોંધાય છે. ફૂલેવરના એક કિલોના 120 રૂપિયા થયા છે જ્યારે કંકોડાની આવક ચાલુ થતાંની સાથે જ 200 રૂપિયે કિલો કંકોડા વેચાય છે.
 
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં શાકભાજીના ભાવ વધી રહ્યો છે, પણ હાલ ભારે વરસાદને પગલે માર્કેટમાં શાકભાજી ઓછા આવી રહ્યાં છે. આવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવ ડબલ કરતા પણ વધી ગયા છે. જેથી લોકોનું બજેટ ખોરવાયું છે. 
 
પાકનું નામ નીચો ભાવ (20 કિલો) ઉંચો ભાવ (20 કિલો)
લીંબુ 200 550
બટેટા 200 420
ડુંગળી સુકી 45 270
ટમેટા 300 450
કોથમરી 1500 2000
રીંગણા 400 500
કોબીજ 300 800
ફલાવર 450 650
ભીંડો 600 1300
ગુવાર 1000 1400
ચોળાસીંગ 750 960
ટીંડોળા 500 700
દુધી 250 570
કારેલા 500 700
સરગવો 400 1050
તુરીયા 800 1100
કાકડી 250 800
ગાજર 500 750
કંટોળા 1800 2000
ગલકા 400 600
મેથી 1000 1600
ડુંગળી લીલી 200 550
આદુ 600 900
મરચા લીલા 340 1020
મગફળી લીલી 600 1100
મકાઇ લીલી 340 420

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લઠ્ઠાકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં 55 લોકોના મોત, હૈયાફાટ રૂદન અને વલોપાતથી ગામોમાં અજંપો