Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

કોરોના કાળમાં એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020 દરમિયાન 55 હજારથી વધુ લોકો વિદેશથી ગુજરાત પરત ફર્યા

sardar vallabhbhai patel intrenational airport
, સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (09:56 IST)
અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ત્રણ મહિનામાં 58192 મુસાફરોની અવરજવર નોંધાઈ
જે રાજ્યમાંથી સૌથી વધુ લોકો વિદેશથી પરત ફર્યા હોય તેમાં ગુજરાત 10મા સ્થાને 
 
વર્ષ 2020માં માર્ચ મહિનાથી કોરોનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાંખ્યું હતું જેની અસર હવે ઓછી થવા માંડી છે. ત્યારે માર્ચ મહિનાથી લઈને ડિસેમ્બર 2020 સુધી 100થી વધુ દેશમાંથી લાખો ભારતીયો વતન પરત ફર્યા છે. જેમાં ગુજરાતમાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન 55 હજાર 596 લોકો વિદેશથી પરત ફર્યાનો પણ સમાવેશ થાય છે.
ભારતીયો પરત લાવવા માટે 'વંદે ભારત' મિશન હાથ ધરાયું હતું
કોરોના બાદ વિદેશમાં ફસાયેલા ભારતીયો પરત લાવવા માટે 'વંદે ભારત' મિશન હાથ ધરાયું હતું. જેમાં 6 હજારથી વધુ ફ્લાઇટ દ્વારા 14 હજારથી વધુ ભારતીયોને વતન પરત લાવવામાં આવ્યા હતા. ભારતે તેના માટે 24 દેશ સાથે કરાર કર્યો હતો. જેમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સથી સૌથી વધુ 13.52 લાખ, સાઉદી અરેબિયામાંથી 3.22 લાખ, અમેરિકામાંથી 2.18 લાખ,કતારમાંથી 1.99 લાખ, ઓમાનમાંથી 1.87 લાખ, કુવૈતમાંથી 1.52 લાખ,  બ્રિટનમાંથી 1.43 લાખ ભારતીયોને વિદેશથી પરત લાવવામાં આવ્યા હતા. આમ, ગલ્ફના દેશોમાંથી સૌથી વધુ ભારતીયો આ સમયગાળા દરમિયાન પરત ફર્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાં ફસાયેલા 683 ભારતીયોને પણ આ સમયગાળા દરમિયાન  પરત લાવવામાં આવ્યા હતા.
ગુજરાત આ યાદીમાં સમગ્ર દેશમાંથી 10માં સ્થાને છે
જે રાજ્યમાંથી સૌથી વધુ લોકો વિદેશથી પરત ફર્યા હોય તેમાં 8.36 લાખ સાથે કેરળ મોખરે છે. આ સિવાય દિલ્હી 7.19 લાખ સાથે બીજા, તામિલનાડુ 2.93 લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાત આ યાદીમાં સમગ્ર દેશમાંથી 10માં સ્થાને છે. કોરોનાને પગલે માર્ચ-2020ના ત્રીજા સપ્તાહથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ છે. હાલમાં સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા વિદેશમાં અવર-જવર થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. 
અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ત્રણ મહિનામાં 58192 મુસાફરોની અવરજવર નોંધાઈ
અમદાવાદ એરપોર્ટ ખાતે છેલ્લા 3 મહિનામાં સ્પેશિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ દ્વારા કુલ 58 હજાર 192 જેટલા મુસાફરોની અવર-જવર નોંધાઇ છે. જેમાં ઓક્ટોબરમાં 226 ફ્લાઇટમાં 15 હજાર 856 મુસાફરો- નવેમ્બરમાં 253 ફ્લાઇટમાં 17 હજાર 763 મુસાફરો જ્યારે ડિસેમ્બરમાં 307 ફ્લાઇટમાં 24 હજાર 573 મુસાફરોની વિદેશ માટે અમદાવાદથી અવર-જવર નોંધાઇ હતી. ગત વર્ષે કોરોનાએ પગપેસારો કર્યો નહોતો ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે ડિસેમ્બર 2019માં બે લાખ 12 હજાર 331 વિદેશના મુસાફરોની અવર-જવર હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Uttrakhand Glacier burst-લોકો બૂમ પાડી… ભાગો ... ભાગો... , પણ મજૂરો નદીની ગર્જનાની આવાજમાં સાંભળી શક્યા નહીં