Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Adani Group: ગૌતમ અડાની પર નવી આફત, બજાર ખુલતા જ ધરાશાયી થયા ગ્રુપના બધા શેર

Adani Group: ગૌતમ અડાની પર નવી આફત, બજાર ખુલતા જ ધરાશાયી થયા ગ્રુપના બધા શેર
નવી દિલ્હીઃ , ગુરુવાર, 31 ઑગસ્ટ 2023 (13:07 IST)
Adani Group News - અદાણી ગ્રૂપ(Adani Group)  ના તમામ શેરમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘણા શેર ચાર ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. એક મીડિયા ગ્રૂપના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથે ગુપ્ત રીતે પોતાના શેર ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં લાખો ડોલરનું રોકાણ કર્યું છે. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા છે. પરંતુ તેના કારણે આજે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેર ગગડી ગયા હતા. ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ 4.6 ટકાનો ઘટાડો અદાણી પાવરમાં આવ્યો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના(Adani Enterprises) શેર બુધવારે રૂ. 2513.60 પર બંધ થયા હતા અને આજે રૂ. 2453.65ના ઘટાડા સાથે ખુલ્યા હતા. સવારે 10.15 વાગ્યે તે 3.94 ટકાના ઘટાડા સાથે 2414.45 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સાથે અદાણી વિલ્મર(Adani Wilmar), અદાણી ટોટલ ગેસ(Adani Total Gas), અદાણી ટ્રાન્સમિશન(Adani Green Energy), અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy), અદાણી પોર્ટ્સ એન્ડ SEZ (APSEZ), NDTV, અંબુજા એ અંબુજા સિમેન્ટ્સ અને ACCના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
 
જ્યોર્જ સોરોસના સપોર્ટવાળા બિન-લાભકારી મીડિયા સંસ્થા OCCRP દાવો કરે છે કે અદાણી જૂથે તેના પોતાના શેરો ગુપ્ત રીતે ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું. તેમનું કહેવું છે કે તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે કેસ એવા છે કે જેમાં રોકાણકારોએ વિદેશી કંપનીઓ દ્વારા અદાણી ગ્રૂપના શેર ખરીદ્યા અને વેચ્યા છે. OCCRP રિપોર્ટમાં નાસિર અલી શાબાન અહલી અને ચાંગ ચુંગ-લિંગની ઓળખ જાહેર કરવામાં આવી છે, જે બે વ્યક્તિઓએ અદાણી ગ્રૂપમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો અદાણી ગ્રૂપની કંપનીઓમાં ડિરેક્ટર અને રોકાણકાર રહી ચૂક્યા છે. આ સાથે તે ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી સાથે જોડાયેલી કંપનીઓ સાથે પણ ડીલ કરે છે. જોકે, અદાણી ગ્રુપે એક નિવેદન જારી કરીને આ આરોપોને નકારી કાઢ્યા છે. જૂથ કહે છે કે તે સોરોસને સમર્થન આપતી સંસ્થાઓનું કાર્ય હોય તેવું લાગે છે. વિદેશી મીડિયાનો એક વર્ગ પણ હિંડનબર્ગ રિપોર્ટને પુનર્જીવિત કરવા માટે તેને ઉડાડી રહ્યો છે. આ દાવાઓ એક દાયકા પહેલા બંધ થયેલા કેસ પર આધારિત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ ફસાઈ, ફાયરે કોંક્રિટની દીવાલ તોડી દિલધડક રેસ્ક્યૂ કર્યું