Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ: અદાણીના મેગા પ્રોજેક્ટથી 1 લાખ નવી નોકરીઓ અને રૂ. 10 લાખ કરોડનું રોકાણ

adani
અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષ માટે એક મહત્વાકાંક્ષી બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે, જેમાં દર વર્ષે અંદાજે રૂ. 2 લાખ કરોડ લેખે કુલ રૂ.10 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ મુખ્યત્વે એવિએશન, પોર્ટ્સ, લોજિસ્ટિક્સ, સિમેન્ટ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે. ગ્રુપનો લક્ષ્ય 2030 સુધીમાં એરપોર્ટની ક્ષમતા વધારીને 20 કરોડ મુસાફરો સુધી પહોંચાડવાનો અને કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાને 1,200 MMT સુધી લઈ જવાનો છે. 
 

ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક

 
આ રોકાણનો સૌથી મોટો ફાયદો ગુજરાતને મળશે. કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાતને ગ્રીન હાઈડ્રોજન અને સોલાર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક કેન્દ્ર બનાવશે. આ વિશાળ પ્રોજેક્ટ દ્વારા રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે અને અંદાજે 1 લાખ જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે, જે રાજ્યના અર્થતંત્રને નવી ગતિ આપશે.
 

ઉર્જા સુરક્ષા અને MSME સેક્ટર માટે સોનેરી તક

 
ભારતની આયાત નિર્ભરતા ઘટાડવા માટે અદાણી ગ્રુપ 2030 સુધીમાં 50 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઉપરાંત, ₹1.5 લાખ કરોડના ખર્ચે હાઈ-વોલ્ટેજ ટ્રાન્સમિશન નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ માત્ર મોટા ઉદ્યોગો જ નહીં, પરંતુ MSME સેક્ટર માટે પણ મેન્ટેનન્સ, સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં કામકાજની અપાર તકો લાવશે.
 

‘વિકસિત ભારત 2047’ના વિઝન તરફ મજબૂત કદમ

 
અદાણી ગ્રુપનો આ પ્લાન ભારતને વૈશ્વિક વેપાર નકશા પર સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) માં મહત્વની ભૂમિકા ભજવીને ભારતને યુરોપ અને ઇઝરાયેલ સાથે જોડવામાં આવશે. વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવાના લક્ષ્યને હાંસલ કરવા માટે આ પ્રકારનું રોકાણ દેશના આર્થિક વિકાસ અને સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે પાયાનો પથ્થર સાબિત થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોણ છે ઈમરાન ખેડાવાલા ? જેમણે ગુજરાત સરકારના કર્યા વખાણ, BJP એ વિડીયો પોસ્ટ કરીને બનાવ્યો માહોલ