Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આત્મનિર્ભર યોજનના ફોર્મ લેવા લાગી લાંબી લાઇનો, બેંકે કહ્યું ફોર્મ આવ્યા જ નથી

આત્મનિર્ભર યોજનના ફોર્મ લેવા લાગી લાંબી લાઇનો, બેંકે કહ્યું ફોર્મ આવ્યા જ નથી
, ગુરુવાર, 21 મે 2020 (12:53 IST)
ગુજરાત સરકાર તરફથી 1 લાખ રૂપિયા સુધીની લોન 2 ટકાના વ્યાજદરે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત જે આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આજથી રાજ્યની બેંકો ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજથી રાજ્યભરની કો-ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, સિટી કો-ઓપરેટિવ બેંક મળીને કુલ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે લોન લેવા માટે બેંકો બહાર મોટી સંખ્યામાં લાઈન જોવા મળી રહી છે, તો બીજી તરફ ગુજરાતના કેટલાક શહેરોમાં બેંકોમાં ફોર્મ ન આવ્યા હોવાની ફરિયાદો પણ સામે છે. 
 
ભરબપોરે લાઇનોમાં ઉભેલા લોકો ફોર્મ ન મળતા બેંક સામે અસંતોષની લાગી જોવા મળી છે. કેટલીક જગ્યાએ ફોર્મ લેવા પહોંચેલ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. રાજ્યના મોટાભાગના શહેરોમાં બેંકોની બહાર લાઇનો જોવા મળી રહી છે. પરંતુ બેંક દ્વારા ફોર્મ ન આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
 
આજથી શરૂ કરીને આગામી 31-ઓગસ્ટ સુધી અરજી કરીને લાભ ઉઠાવી શકાશે. આ અરજી રાજ્યની અંદાજે 1 હજાર જેટલી જિલ્લા સહકારી બેંકની શાખાઓ, 1400 શહેરી સહકારી બેંક અને 7 હજારથી વધુ ક્રેડિટ સોસાયટી સહિત 9 હજાર સ્થળો પરથી કરી શકાશે. જેમાં ધોબી, નાયી, પ્લંબર, ઈલેક્ટ્રિશિયન, નાના દુકાનદાર, રિક્ષા ચાલકો જેવા લોકોને લોન આપવામાં આવશે
 
આ યોજના અંતર્ગત મળેલી લોનમાં પ્રથમ 6 મહિના સુધી કોઈ હપ્તો નહી ભરવાનો રહે. આ યોજના હેઠળ લોન મેળવવા માટે આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, ચૂંટણી કાર્ડ, છેલ્લુ લાઈટ બિલ, બેંક પાસબુકની ઝેરોક્ષ કોપી, વ્યવસાયનો પુરાવો અને બાંહેધરી પત્રની જરૂર પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

20 મેના રોજ કોરોના દર્દીઓમાં સૌથી મોટો ઉછાળ, વિશ્વમાં 24 કલાકમાં 1 લાખ 6 હજાર લોકોને ચેપ લાગ્યો: WHO