Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aadhar, Pan and Ration Card - 30 જૂન સુધી પતાવી લો આ 3 કામ, નહી તો ખિસ્સા પર પડશે સીધી અસર

Aadhar, Pan and Ration Card - 30 જૂન સુધી પતાવી લો આ 3 કામ, નહી તો ખિસ્સા પર પડશે સીધી અસર
, ગુરુવાર, 30 જૂન 2022 (13:41 IST)
Aadhar, Pan and Ration Card : જૂન (June) નો મહિનો ખતમ થવામાં હવે થોડાક જ દિવસ બાકી છે. આવા કેટલાક જરૂરી કામ છે. જેને આપણે 30 જૂન પહેલા પતાવી લેવા જોઈએ. આ કામને 30 જૂન સુધી પુરાન કરવા પર તમને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તેમા તમારા જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર (Aadhaar), પૈન(PAN) થી લઈને રાશન કાર્ડ (Ration Card) સાથે જોડાયેલા કામ સામેલ છે.  તો આવો એક વાર ફરી ડિટેલમાં જાણી લો કે 30 જૂન પહેલા તમારે કયા કામ પતાવી લેવાના છે. 
 
તમારા આધાર અને પૈનને કરી લો લિંક 
 
જો તમે અત્યાર સુધી તમારા આધાર અને પૈનને લિંક નથી કરાવ્યુ તો જલ્દી જ કરાવી લો. પૈનને આધાર સાથે લિંક કરાવ્યા વગર તેને એક્ટિવ રાખવાની ડેડલાઈનને 31 માર્ચ 2023 સુધી વધારી લેવામાં આવી હતી.  કેન્દ્રીય પ્રત્યક્ષ્ક કર બોર્ડ (CBDT) એ 29 માર્ચ 2022 કે તેના પહેલા પોતાના પૈનને આધાર સાથે લિંક કરે છે તો તમને 500 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.  બીજી બાજુ જો તમે 1 જુલાઈ 2022 કે ત્યારબાદ આધાર અને પૈનને લિંક કરો છો તો 1000 રૂપિયા આપવાની જરૂર પડશે. એટલે કે 30 જૂન સુધી જો તમે તમારા આધારને પૈન સાથે લિંક  કરાવી દો છો તો ઓછો દંડ લાગશે. 
 
કેવી રીતે કરશો આધાર ને પેન કાર્ડ સાથે લિંક ?
 
સૌપ્રથમ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567638 અથવા 56161 પર એસએમએસ કરવો પડશે. મેસેજમાં તમારે UIDPAN લખીને સ્પેસ છોડો અને 12-અંકનો આધાર નંબર લખો. ફરી સ્પેસ છોડીને 10 અંકનો પાન નંબર લખો અને મેસેજ 567678 પર મોકલો. 
 
EXAMPLE : UIDPAN 123456789012 AXXXX1000Y
 
ઓનલાઈન કરી રીતે લિંક કરવુ ?
 
- ઓનલાઈન લિંક કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ઓપન કરો. 
- અહી તમને Link Aadhar(લિંક આધાર)નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે. -  તેમાં તમારે આધાર નંબર, પાન નંબર, નામ, કેપ્ચા કોડ(Captcha Code) દાખલ કરવો પડશે.
- આ પછી લિંક આધાર(Link Aadhaar) પર ક્લિક કરો. 
- Error ન બતાવે અને Sucessfulનો મેસેજ આવશે, એટલે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઈ જશે.
 
આધાર-પાન લિંક કરાવવું
જો તમે હજી સુધી તમારા આધાર કાર્ડને PAN (પરમેન્ટ એકાઉન્ટ નંબર) સાથે લિંક નથી કરાવ્યું તો જલ્દીથી કરાવી લો. જો તમે 30 જૂન કે તેના પહેલાં તમારા પાનને આધાર સાથે લિંક કરાવો છો, તો તમારે 500 રૂપિયા ફી આપવી પડશે. તેમજ 1 જુલાઈ અથવા તેના પછી પાન-આધાર લિંક કરાવવા પર તમારે 1,000 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. તમે સરળતાથી ઈન્કમ ટેક્સ પોર્ટલ દ્વારા આધાર કાર્ડને પાન સાથે લિંક કરાવી શકો છો. તે સિવાય આ કામ તમે આધાર સેવા કેન્દ્ર પર જઈ કરાવી શકો છો.
 
 
ડિમેટ અકાઉન્ટનું KYC કરાવવું
જો તમારું ડિમેટ અકાઉન્ટ છે તો તમારે 30 જૂન સુધી તેનું KYC કરાવવું પડશે. જો KYC નહીં હોય તો ડિમેટ અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. તેનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદી પણ લે છે તો આ શેર અકાઉન્ટ સુધી ટ્રાન્સફર નહીં થઈ શકે. KYC કરાવ્યા પછી અને વેરિફાઈ થયા પછી જ તે થઈ શકશે. 
 
રાશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવું
જો તમે રાશન કાર્ડ દ્વારા સરકારી યોજનાઓ અંતર્ગત ઓછા ભાવે રાશન લો છો તો વહેલી તકે તમારું રાશન કાર્ડ આધાર સાથે લિંક કરાવી લો. રાશન કાર્ડ દ્વારા યોગ્ય લોકોને યોજનાનો લાભ મળે એટલા માટે સરકારે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું જરૂરી બનાવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અષાઢી બીજ : ગગનમાં ગુંજશે 'જય જગન્નાથ'નો જયનાદ : ઠેર ઠેર રથયાત્રા