Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CERC એ આપી ટાટા પાવરને રાહત, ગુજરાત સહિત 5 રાજ્યોમાં મોંઘી થશે વીજળી

CERC એ આપી ટાટા પાવરને રાહત, ગુજરાત સહિત 5 રાજ્યોમાં મોંઘી થશે વીજળી
, સોમવાર, 24 ફેબ્રુઆરી 2014 (11:10 IST)
P.R
ટાટા પાવરની મૂંદડા પરિયોજના માટે CERCને રાહત આપવાનો આદેશ થતા જ વીજળીની કિમંતો વધી જશે. વધેલી કિમંતો 5 રાજ્યોમાં લાગૂ થશે. આ રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, અને પંજાબ છે. કિમંતો વધ્યા પછી આ પાંચ રાજ્યોના ઉપભોકતાને પહેલા કરતા વધુ વીજળી બિલ આપવુ પડશે.

CERC એ ગુજરાતમાં ટાટા પાવરની 4000 મેગાવોટ મૂંદડા પરિયોજના માટે વધુ ચાર્જ અને 329.45 કરોડ રૂપિયાનું વળતર આપવાની અનુમતિ આપી દીધી છે.

આ નિર્ણય પર મહારાષ્ટ્રની વીજળી વિતરણ કંપની મહાવિતરણે કહ્યુ કે તે આદેશનુ અધ્યયન કરી રહ્યા છે. તેને સારી રીતે સમજી લીધા બાદ જ કોઈ નિર્ણય પર પહોંચી શકે છે. એવુ કહેવાય છે કે જો આદેશ લાગૂ થઈ જાય છે તો પ્રતિ યૂનિટ લગભગ 45-50 પૈસાનો બોજો વધી જશે.

Share this Story:

Follow Webdunia gujarati