Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 70 કિલો વજન ઘટાડ્યુ

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 70 કિલો વજન ઘટાડ્યુ
, સોમવાર, 21 માર્ચ 2016 (11:04 IST)
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પોતાના વજનમાં લગભગ અડધુ કરી નાખ્યુ છે. શનિવારે સોમનાથ મંદિરના દર્શન કરવા પહોંચેત અનંતને જોઈને સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા.  મળતી માહિતી અનુસાર એક અમેરિકન ટ્રેનરની મદદથી અનંતે વજન ઉતાર્યુ છે. ઉલ્લેખનીય છે કે અનંત જામનગરમાં રિલાયન્સ રિફાઈનરીમાં રહે છે, જ્યાં તેની સાથે આ ટ્રેનરે રહીને અનંતનું વજન ઉતાર્યુ છે. તેણે એક્સરસાઈઝ અને ડાયટથી વજન ઓછું કર્યું છે. આ ટ્રેનર તેને રોજ 3થી 4 કલાક સુધી એક્સરસાઈઝ કરાવે છે, આ એક્સરસાઈઝમાં મેરાથોન દોડનો પણ સમાવેશ થાય છે. મેરાથોન દોડ 42 કિમીની હોય છે.
 
અખબારી અહેવાલો અનુસાર, પાતળા થઈ ગયેલા અનંતને જોઈને મંદિરમાં હાજર અન્ય દર્શનાર્થીઓ ચકિત થઈ ગયા હતા. ઘણાએ કહ્યું કે એમને માનવામાં જ નહોતું આવતું કે શું આ એ જ અનંત અંબાણી છે, જેનું અગાઉ 140 કિલો વજન હતું.
 
કહેવાય છે કે અનંત આધ્યાત્મિક પ્રવૃત્તિના છે. એમણે અનેક મહિનાઓ સુધી જામનગરસ્થિત રિલાયન્સ ગ્રુપની રીફાઈનરીમાં રહીને રોજ કસરત અને જોગિંગ કરીને પોતાનું વજન ઉતારવામાં આકરી મહેનત કરી હતી.
 
અનંતે વજન ઉતારવા માટે અમેરિકાના એક પ્રોફેશનલ ટ્રેનર પાસેથી તાલીમ મેળવી છે.
 
અનંત આઈપીએલ ક્રિકેટ સ્પર્ધા વખતે ઘણા સક્રિય રહેતા હોય છે. માતા નીતા અંબાણીની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સ ટીમની મેચ વખતે અનંત ઘણી વાર વીઆઈપી બોક્સમાં બેઠેલા જોવા મળ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati