Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓછા રોકાણમા શરૂ કરી શકો છો આ 5 બિઝનેસ, થશે 1 લાખ રૂપિયા સુધીની કમાણી

ઓછા રોકાણમા શરૂ કરી શકો છો આ 5 બિઝનેસ, થશે 1 લાખ રૂપિયા સુધીની કમાણી
, શુક્રવાર, 3 માર્ચ 2017 (13:53 IST)
નવી દિલ્હી. અનેક લોકોની ઈચ્છા હોય છે કે તેઓ નોકરી કરવાને બદલે ખુદનુ કામ કરે. ભારતમાં આજકાલ યુવાઓમાં આ ક્રેજ ઝડપથી વધી રહ્યો છે.  સામાન્ય નાગરિક આજે ભલે ગામડામાંથી પલાયન કરીને શહેર તરફ વળી રહ્યો હોય પણ ગામમાં રહીને પણ આવા અનેક બિઝનેસ કરી શકાય છે.  જેનાથી તમારી ઈનકમ લાખોમાં થઈ શકે છે.  એ પણ ખૂબ ઓછા ઈનવેસ્ટમેંટમાં. આજે અમે તમને વાત કરી રહ્યા છે કેટલાક આવા જ બિઝનેસ આઈડિયા વિશે જેને તમે ઓછા રોકાણમાં જ શરૂ કરી લાખો રૂપિયા કમાવી શકો છો. 

ડેયરી બિઝનેસ 
webdunia
ગામમાં રહેનારા પોતાની પાસે ગાય કે ભેંસ રાખે જ છે. બસ એક કે બે વધુ ગાય કે ભેંસ ખરીદીને ડેયરી બિઝનેસની શરૂઆત કરી શકે છે.  તમને એક સારી ગાય 30 હજાર રૂપિયા સુધીની કિમંતમાં અને એક ભેંસ 50 હજાર રૂપિયા સુધીમાં મળી શકે છે. શહેરોમાં દૂધની ખૂબ માંગ રહે છે. તેથી દૂધનો બિઝનેસ લાભકારી થઈ શકે છે.  દૂધ 50 રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાય જાય છે. દૂધના વેચાણ માટે તમે ડેયરી કંપનીઓ સાથે સંપર્ક કરી શકો છો કે પછી લોકલ લેવલ પર દૂધ વેચનારાઓ સાથે પણ સંપર્ક કરી શકો છો. 

શાકભાજીની ખેતી 
webdunia
ધાન કે ઘઉં ઉગાવવા ઉપરાંત શાકભાજીની ખેતી તમને માલામાલ કરી શકે છે.  જો તમારી નાનક૵ડી જમીન પણ છે તો તેમા તમે શાક ઉગાડી શકો છો. આજકાલ તો ભારત સરકાર દેશના જુદા જુદા ભાગમાં કૃષિ સેંટર પણ ખોલી રહી છે. જ્યા તમને ઓછી જમીનમાં વધુ પેદાવારને તકનીક સહેલાઈથી મળી જશે. મરચુ, કોબીજ, ટામેટા જેવી શાકભાજી તમારા ખિસ્સા ભરી દેશે. 
 

માછલી પાલન 
webdunia
માછલી પાલન એક સારો બિઝનેસ સાબિત થઈ શકે છે. શહેરમાં માછલીની માંગ વધુ છે. તમે માછલી પાલન માટે નાનકડી જમીનથી કામ શરૂ કરી શકો છો. જમીન ખોદીને નીકળનારી માટીને વેચી શકો છો. જે ખાડો બનશે તેને તળાવ બનાવીને જળસ્તર વધારવામાં પણ મદદ કરી શકો છો. આ વેપાર તમને લાખોની કમાણી કરીને આપી શકે છે. 
 

ફૂલોની ખેતી 
webdunia
દરેક તહેવાર, કાર્યક્રમો, લગ્ન અને પૂજા પાઠમાં ફૂલોની માંગ સૌથી વધુ હોય છે. તમે તમારી જમીન પર ફૂલોની ખેતી કરી શકો છો. સૂરજમુખી, ગુલાબ, પીળા ફૂલોની ખેતી ખૂબ જ લાભકારી રહે છે. ફૂલ વિક્રેતા કે કંપનેઓનો સંપર્ક કરી તમે તમારા ફૂલ વેચી શકો છો. 

 
ઝાડ ઉગાવો પૈસા કમાવો 
webdunia
જો તમારી પાસે કે બે વીધાની પણ ખેતી છે તો તમે તેમા શીશમ, સાગવાન જેવા અતિકિમંતી ઝાડ લગાવી શકો છો. સારી રીતે લગાવેલ આ ઝાડ 8-10 વર્ષ પછી તમને કરોડપતિ બનાવી શકે છે. એક શીશમનુ ઝાડ 40 હજાર રૂપિયામાં વેચાય જાય છે. સાગવાનનુ ઝાડ તો તેનાથી પણ કિમંતી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના આ ગામમાં લોકો આખી રાત સૂઈ નથી શકતા