Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે એક લાખથી વધુની ખરીદી પર પેન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી

હવે એક લાખથી વધુની ખરીદી પર પેન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી
નવી દિલ્હી , શનિવાર, 13 ડિસેમ્બર 2014 (14:26 IST)
પૈન કાર્ડ અને આધાર કાર્ડને લઈને એક વધુ મોટી સમાચાર સામે આવ્યા. હવે 1 લાખની ખરીદારી પર પેન કર્ડ અને આધાર કાર્ડ અનિવાર્ય રહેશે. 
 
કાળાધન પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રચના કરવામાં આવી. એસઆઈટીએ પોતાની ભલામણોમાં કહ્યુ કે 1 લાખથી વધુની ખરીદી પર ગ્રાહકનો પેન નંબર માંગવામાં આવે અને ઓળખ પત્રના રૂપમાં આધાર કાર્ડ લેવામાં આવે. આ સાથે જ એસઆઈટીએ એક નક્કી રકમથી વધુ રોકડ લઈ જવામ પર લગામ મ મુકવા અને ચેક ચુકવણી પર પૈન નંબર આપવો અનિવાર્ય કરવાની સલાહ આપી છે.  એસઆઈટીએ કેન્દ્રીય કેવાઈસી રજિસ્ટ્રી સ્થાપિત કરવાની ભલામણ આપી છે જેથી નાણાકીય લેવડ દેવડમાં અનેક પ્રકારના ઓળખ પત્રોના ઉપયોગ પર રોક લગાવી શકે. એસઆઈટીએ કહ્યુ છે કે ઈંકમટેક્ષ અભિયોજનના 5000 લંબિત મુદ્દાને ઉકેલવા માટે મુંબઈમં ઓછામાં ઓછા પાંચ અતિરિક્ત મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટની રચના કરવી જોઈએ. 
 
યુરોપીય દેશોનુ ઉદાહરણ આપતા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એક સીમા સુધી જ રોકડ રાખવી અને લાવવાની અનુમતિ હોવી જોઈએ. સરકાર દસ લાખ રૂપિયા કે 15 લાખ રૂપિયા સુધી જે પણ યોગ્ય લાગે સીમા નક્કી કરવા પર વિચાર કરી શકે છે. જેના મુજબ શિપિંગ બિલમાં એ સામાન અને મશીનરીનો આંતરરાષ્ટ્રીય મુલ્યનો પણ સમાવેશ થવો જોઈએ. જેની નિકાસ કરવાની છે. નિવેદન મુજબ દરેક સલાહ પર વિચાર થઈ રહ્યો છે અને તેનુ શીઘ્ર જ અમલીકરણ થવાની આશા છે. 

Share this Story:

Follow Webdunia gujarati