Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનાની આયાતમાં 24 ટકાનો ઘટાડો

સોનાની આયાતમાં 24 ટકાનો ઘટાડો

ભાષા

મુંબઈ , ગુરુવાર, 14 જાન્યુઆરી 2010 (15:55 IST)
દેશમાં સોનાની આયાત વર્ષ 2009 માં આશરે 24 ટકા ઘટીને 343 ટન રહી ગઈ છે વર્ષ 2008 માં સોનાની આયાત 449 ટન રહી હતી.
બોમ્બે બુલિયન એસોસિએશનના અધ્યક્ષ સુરેશ હુંડિયાએ જણાવ્યું કે, દેશે વર્ષ 2009 માં 343 ટન સોનાની આયાત કરી હતી જ્યારે 2008 માં તે 449 ટન રહી હતી.

તેમણે કહ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે પરંતુ 2009 માં ઉંચી કીમતોના કારણે ભારતની આયાત પ્રભાવિત થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati