Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સહારા પ્રમુખ સુબ્રતો રોયની ધરપકડ થઈ

સહારા પ્રમુખ સુબ્રતો રોયની ધરપકડ થઈ
નવી દિલ્હી , શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (12:03 IST)
P.R
ખુદને સહારા ઈંડિયા પરિવારના મુખ્ય કાર્યકર્તા અને મુખ્ય પ્રમુખ કહેનારા સમુહના પ્રમુખ સુબ્રતો રોય શુક્રવારે છેવટે પોલીસની પકડમાં આવી જ ગયા. પોલીસનું કહેવુ છે કે તેમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે રોય તરફથી કહેવાય રહ્યુ છે કે તેમણે સરેંડર કર્યુ છે. આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટ વ્યક્તિગત રીતે હાજર થવાથી મુક્તિ અંગેની સુબ્રતો રૉયની અરજી ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છેકે સહારા પ્રમુખ સુબ્રતો રૉય સુપ્રિમ કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ બુધવારે ઈશ્યૂ કર્યો હતો. જેને લઈને પોલીસ આજે તેમના ઘરે પહોંચી ગઈ હતી. પરંતુ તેને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. સુબ્રતો રૉય આજે બિન જામીનપાત્ર વોરંટને રદ્દ કરવા માટે સુપ્રિમ કોર્ટ પહોંચી ગયા હતા તે દરમ્યાન જ પોલીસ તેમના ઘરે તેમના ઘરે પહોંચી હતી. જોકે સહારાએ ચાર માર્ચે કોર્ટમાં હાજર થવાનું આશ્વાસન આપ્યું છે તેમ છતાં સુપ્રિ્મ કોર્ટે તેમનું બિન જામીનપાત્ર વોરંટ રદ્દ કર્યું ન હતું. જેને કારણે આજે સુબ્રતો રૉયને સરેન્ડર કરવાની ફરજ પડી હતી.

સુબ્રતો રૉયની ગેરહાજરી અંગે કોર્ટે કહ્યુ કે અદાલતનાં હાથ બહુ લાંબા છે. સહારાનાં વકીલ રામ જેઠમલાણીએ કહ્યુ કે સુબ્રતો રૉયની માતા બિમાર હોવાથી તેઓ હાજર રહી શક્યા નથી.

રોકાણકારોને 20 હજાર કરોડ રૂપિયા પરત કરવામાં થયેલી ગેરરિતીઓ અંગેનાં કેસમાં સહારા પ્રમુખને આજે કોર્ટમાં હાજર થવાનું હતુ,. કોર્ટ 4 માર્ચ સુધી સુબ્રતો રૉયને કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સહારાનાં 3 ડાયરેક્ટર અશોક ચૌધરી, વંદના ભાર્ગવ અને રવિશંકર દુબે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, જ્યારે સુબ્રતો રૉય ન આવ્યા.

સુપ્રીમ કોર્ટે 31 ઑગસ્ટ 2012નાં રોજ આ મામલે આદેશ આપ્યો હતો કે સેબી કંપનીની સંપતીની હરાજી કરીને રોકાણકારોનાં નાણા આપે. સુપ્રીમ કોર્ટે 21 નવેમ્બર 2013નાં રોજ સુબ્રતો રૉયનાં દેશ છોડવા પર રોક લગાવી હતી, અને સહારા ગ્રુપની કોઇ સંપતી ન વેચવાનો આદેશ કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati