Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેર ટ્રેડિંગમાં છેતરપિંડી બદલ 4 ગુજરાતીઓને 40 લાખનો દંડ !!

શેર ટ્રેડિંગમાં છેતરપિંડી બદલ 4 ગુજરાતીઓને 40 લાખનો દંડ !!
, ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2012 (11:59 IST)
PTI
પ્લેટિનમ કોર્પોરેશનનાં શેરમાં સોદા કરતી વખતે ગેરવાજબી રીતો અપનાવવા બદલ બજારની નિયંત્રક સેબીએ ચાર ગુજરાતીઓને કુલ મળીને રૂ. 40 લાખનો દંડ ફટકાર્યો છે.

અલગ અલગ હુકમ જારી કરીને સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ વાસુદેવ અંબારામ પટેલ, સુરેશ એચ. પટેલ, સુભદ્રાબહેન રમણલાલ પટેલ અને સુકેતુ રમણલાલ પટેલને શેરબજારમાં છેતરપિંડીમાં તેમની ભૂમિકા બદલ માથાદીઠ રૂ. 10 લાખનો દંડ ભરવા હુકમ કર્યો છે.

તાજેતરમાં જ આ કિસ્સામાં સેબીએ 10 લોકો ઉપર રૂ. 10-10 લાખનો દંડ ફટકાર્યો હતો, જેના બાદ આજે પણ દંડનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

કંપનીના શેરમાં 2007 અને 2008 દરમિયાનના ગાળામાં થયેલા ટ્રેડિંગમાં ગેરરીતિઓ કરવામાં આવી હતી કે નહીં તેની સેબીએ તપાસ કરી હતી. 1992ના સેબી એક્ટની જોગવાઈઓનો ભંગ થયો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી.

સેબીએ 2011માં આ ચારેય લોકોને કારણદર્શક નોટિસ ફટકારી હતી, જેના જવાબરૂપે કરાયેલી રજૂઆતો સંતોષજનક ન જણાતા, સેબીએ દંડ ફટકારવાનો નિર્ણય લીધો હતો.

ગયા મહિને સેબીએ શેરોના સોદામાં ગેરવાજબી રીતો અપનાવવા બદલ પ્લેટિનમ કોર્પોરેશનનાં પ્રમોટર અને ડિરેક્ટર પ્રતીક શાહ સહિતની 17 કંપનીઓને કુલ રૂ. 24 લાખનો દંડ ફટકાર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati