Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેરડીમાંથી ફક્ત ખાંડ-ગોળ જ નહીં, સીએનજી ગેસ પણ બને

શેરડીમાંથી ફક્ત ખાંડ-ગોળ જ નહીં, સીએનજી ગેસ પણ બને
, શનિવાર, 11 ઑક્ટોબર 2014 (14:47 IST)
શેરડીમાં માત્ર ગોળ કે ખાંડ નહીં પરંતુ સીએનજી ગેસ પણ બનાવી શકાય છે તે પ્રસ્થાપિત કર્યું છે. કોલ્હાપુરની શિવાજી યુનિ.ના વિદ્યાર્થીઓએ આ વિદ્યાર્થીઓને આજરોજ અહીં ઈજનેરી વિદ્યામાં કૌશલ્ય દર્શાવવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો સંશોધનલક્ષી એવોર્ડ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં વીવીપી કોલેજ ખાતે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનીકલ એજ્યુકેશનના ૧૭મા રાષ્ટ્રીય સેમિનાર પ્રસંગે દેશભરમાં ટેકનોલોજી સંશોધનના ૩૫થી વધુ પ્રોજેક્ટ રજૂ કરનારા યુવા સંશોધકોને ગુજરાત રાજ્યના ગવર્નર ઓમપ્રકાશ કોહલીના હાથે એવોર્ડ આપવામાં આવ્યા હતા.

વર્ગખંડનો વિદ્યાર્થી ઈજનેરી કૌશલ્યના ભવિષ્યના પડકારો ઝીલી શકશે કે કેમ? તેની અગમવાણી દર્શાવતા પ્રોજેક્ટ સહિત ૩૫થી વધુ અવનવા સંશોધન રજૂ કરનારા દેશભરના યુવાનોને અપાયા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ

ભારત એ એક વિકસિત દેશ છે. અહીં શહેરોમાં ભલે મહાકાય બિલ્ડીંગો ખડકાતા હોય પરંતુ હજુ ગામડામાં લાઈટનો જટીલ પ્રશ્ન છે. વીજળી નહીં મળતી હોવાને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન મેળવતા ખેડૂતોને મદદરૃપ થવા અમોએ શેરડીનાં નકામા કચરાનો ઉપયોગ કરીને તેમાંથી ગેસ બનાવ્યો છે. આ પ્રકારની વિગતો સાથે એવોર્ડ મેળવનારા સંશોધકો અક્ષય પાટીલ, ચિન્મય સાવંત અને જોસેફ જ્યોર્જે જણાવ્યું હતું કે શેરડીના રસમાંથી ગોળ અને ખાંડ બાદ જે નકામા કચરો બાકી રહે છે તેનો બાયોગેસ તરીકે ઉપયોગ કર્યા બાદ અમોએ બાયો સીએનજી ગેસ બનાવ્યો છે. જેમાંથી ઈલેકટ્રીક ઉત્પન્ન થઈ શકે છે. વાહનમાં પણ ગેસ વાપરી શકાય છે અને ઘરગથ્થુ ગેસનો વિકલ્પ પણ પુરો પાડી શકાય છે.

આ જ પ્રકારે લુધીયાનાથી આવેલા દિપેશ સીંદેએ પોતાના સંશોધન વિશે જણાવ્યું હતું કે અમોએ થ્રી ડી સરફેસ મેપીંગનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં એક રોબોટ ચીપ્સને લેપટોપ સાથે જોડીને તેને કામે લગાડવાથી પાંચ-સાત હજાર ઊંડી ખીણની અંદરની ભૌગોલિક સ્થિતિ જાણી શકાય છે.

ખાણમાં મજૂરોને ઓક્સીજનની જરૃર રહેશે કે કેમ તેનો અંદાજ મેળવી શકાય છે. પંજાબના લુધિયાણાથી આવેલા સ્વરાજ પ્રિન્સ અને કેશવકુમારને યુવા સંશોધક તરીકેનો એવોર્ડ મળ્યો હતો. ગુરૃનાનક દેવ યુનિ.ના આ વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ પરફોર્મન્સ માટેની કીટ તૈયાર કરી છે જેના આધારે તેઓ વિદ્યાર્થીઓની કારકિર્દીલક્ષી વિગતોના ડેટાને બેઈઝ બનાવીને તેનું ભવિષ્ય ભાખી શકે છે. આવનારા સમયમાં આ વિદ્યાર્થીઓ ઈજનેરી કૌશલ્યની ચેલેન્જ ઝીલી શકશે કે કેમ? અર્થાત પડકારો સામે આગળ વધવામાં તેની ક્ષમતા કેટલી છે તે નક્કી થઈ શકે છે. સ્માર્ટ ક્લાસરૃમ માટે ઉપયોગી આ ઉપકરણ તૈયાર કરવા બદલ તેઓને એવોર્ડ અપાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati