Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાકભાજીના ભાવ વધી ગયા

શાકભાજીના ભાવ વધી ગયા
અમદાવાદઃ , મંગળવાર, 28 જુલાઈ 2015 (14:46 IST)
ચોમાસાનો પહેલો વરસાદ સારો થવાથી શાકભાજીના ભાવ થોડા સ્થિર થયા હતા, પરંતુ ગૃહિણીઓને હવે સિઝનનો બીજો વરસાદ શાકભાજીના ભાવવધારાના મુદ્દે રડાવશે. છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે શાકભાજીની આવક ઘટી હોવાથી શાકભાજીના ભાવ વધી ગયા છે, પરંતુ આવનારા નજીકના દિવસોમાં આ ભાવમાં આસમાની વધારો થવાનું શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું. સતત વરસાદના કારણે ખેતરોમાં વાવેલાં શાકભાજીમાં પાણી ભરાઇ રહેવાના કારણે શાકભાજીમાં જીવાત અને છોડ કોહવાવાની શરૂઆત થઇ ચૂકી છે.

હાલમાં વરસાદના કારણે બજારમાં ઓછી આવકના કારણે ૩૦થી ૪૦ રૂપિયે કિલો મળતાં તમામ શાક રૂ.૬૦થી ૮૦ સુધી પહોંચી ગયાં છે.  અત્યારે જ શાકભાજીના ભાવમાં વરસાદી વાતાવરણના કારણે સીધો ૩૦થી ૪૦ ટકાનો વધારો થઇ ચૂકયો છે. જે આવતા સપ્તાહ સુધી તો બમણો થવાની શકયતા છે. ભીંડા, રીંગણ કે ચોળી જેવાં શાકભાજીમાં વરસાદી વાતાવરણ અને વરસાદ ઉપરાંત ભેજના કારણે જીવાત થવાનું શરૂ થઇ ગયું છે. શાકભાજીના નાના છોડ પાણીમાં ડૂબી ગયા હોવાથી કોહવાઇ જવાની શકયતાથી શાકભાજીના ભાવ ટૂંક સમયમાં બમણા થશે.

Share this Story:

Follow Webdunia gujarati