Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં ઈલેકટ્રોનિક્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હજુ ઘણું કામ કરવાનું બાકિ: શામ પિત્રોડા

ભારતમાં ઈલેકટ્રોનિક્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હજુ ઘણું કામ કરવાનું બાકિ: શામ પિત્રોડા
, શુક્રવાર, 18 એપ્રિલ 2014 (14:54 IST)
દેશના ટેકનોલોજી ક્ષેત્રનાં ટેકનોક્રેટ ડો.શામ પિત્રોડા તાજેતરમાં વલભીપૂરની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. અને તેમણે યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં ઈલેકટ્રોનિક્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હજુ ઘણું કામ કરવાનું બાકિ છે. જેમાં યુવાનોને આગળ આવવા જણાવ્યું હતું.

નેશનલ નોલેજ કમીશનના ચેરમેન ડો.શામ પિત્રોડા વલ્લભીપુર આવ્યા હતા અને વલભીપુર ખાતે યુવા પ્રવૃત્તિમાં કાર્યરત સમર્થ યુવા મંડળની શુભેચ્છા મુલાકાત દરમ્યાન તેમણે યુવાનોને સંબોધન કરી શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઈનોવેશન કાર્ય પર ખાસભાર મુક્યો હતો. ઉપરાંત વર્તમાન સમયમાં શિક્ષણની ગુણવત્તા ઉચ્ચ શિક્ષણ, નોલેજ ઈઝ પાવર જેવા વિષયો પર યુવાઓ સાથે વાર્તાલાપ યોજાયો હતો.

મુલાકાત પ્રસંગે શામ પિત્રોડાએ સમર્થ યુવા મંડળ વલભીપુર દ્વારા કરવામાં આવી રહેલી પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રાપ્ત કરી શોધ, સંશોધનાત્મક પ્રવૃત્તિ તેમજ યુવા પ્રવૃત્તિ અંગેની વિવિધ યોજના વિશે માર્ગદર્શન આપ્યું હતું અને યુવા પ્રવૃત્તિઓને વધુમાં વધુ પ્રોત્સાહન મળી રહે તેવી પ્રવૃત્તિ, કાર્યક્રમો કરવા ખાસ આગ્રહ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભારતમાં ઈલેકટ્રોનિક્સ અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં હજુ ઘણું કામ કરવાનું બાકિ છે. નવી નવી લોન્ચ થઈ રહી છે, ત્યારે યુવાનોને આગળ આવવા અને દેશ માટે નવી સંશોધનાત્મક પ્રવૃત્તિ કરવા હાકલ કરી હતી. અમરેલી કાર્યક્રમમાં જઈ રહેલા શામ પિત્રોડાના વલભીપુર ખાતેનાં ટૂકા રોકાણ દરમ્યાન તેમનાં ધર્મપત્ની અંજુબ્હેન પિત્રોડા, હિમાંશુભાઈ વ્યાસ વગેરે જોડાયા હતા. અને તેઓને સમર્થ યુવા મંડળ વલભીપુરનાં યુવા કાર્યકરોએ આવકાર્યા હતા.


Share this Story:

Follow Webdunia gujarati