Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજેટ 2015 - સામાન્યથી લઈને ખાસ સુધી દરેક '28' ની રાહ જોઈ રહ્યા છે

બજેટ 2015 - સામાન્યથી લઈને ખાસ સુધી દરેક '28' ની રાહ જોઈ રહ્યા છે
, મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (11:50 IST)
બજેટની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. દરેકને આશા છે. દરેકેન આશા છે કે નાણાકીયમંત્રીના પિટારામાં તેને માટે કંઈકને કંઈક જરૂર હશે. મોદી સરકારે પણ પોતાના 10 મહિનાના કામકાજથી આશા જગાવી છે. બધા દેશના વિકાસમાં પોતાનુ યોગદાન આપવા તૈયાર છે. 
 
28 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજુ કરવામાં આવનાર બજેટ પર આમથી લઈને ખાસ સુધીની નજર ટકી છે. બધા 28 ફેબ્રુઆરીની રાહ જોઈ રહ્યા છે કે અમને નવુ અને વધુ શુ મળવાનુ છે. 
 
જ્યા આ બજેટને લઈને લોકોમાં મોદી સરકાર પ્રત્યે ઘણી આશાઓ છે. બીજી બાજુ પીએમ નરેન્દ્ર મોદી માટે લોકોની આશા પર ખરા ઉતરવુ કોઈ સહેલી વાત નથી. આર્થિક સુધારાઓ માટે લાવવામાં આવેલ અધ્યાદેશોના અમલીકરણનો મુખોટો પહેરાવવા માટે સરકાર વિપક્ષને મનાવવામાં લાગી છે. અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા માટે સરકારે છ અધ્યાદેશ રજુ કર્યા છે. પણ વિપક્ષના સહયોગ વગર તેને કાયદાકીય મુખોટુ પહેરાવવુ મુશ્કેલ છે.  આ જ કારણ છે કે સરકાર સંસદના બજેટ સત્રથી એક દિવસ પહેલા વિપક્ષના દરવાજા પર પહોંચી. 
 
સંસદમાં રજુ કરવામાં આવનાર બજેટને સંતુલિત બનાવવા માટે એક કોર ટીમ લાગેલ છે. આ બજેટથી આમ આદમીથી લઈને દિગ્ગજ કોર્પોરેટને પણ ઘણી આશાઓ છે. 
 
આ છે આશાઓ.. 
 
1. ટેક્સમાં વધુ છૂટ 
2. રોજગારને મળે પ્રોત્સાહન 
3. ટેક્સ પેમેંટ માટે વિંડો સિસ્ટમ હોય. 
4. જ્વેલરી ઈંડસ્ટ્રી ઈચ્છે છે કે જ્વેલર્સની સાથે પારકાપણાંનો વ્યવ્હાર બંધ થાય 
5. બજેટમાં સોનાના ઈંપોર્ટની સમસ્યા ખતમ કરવામાં આવે. 
6. સોનુ ખરીદવાની લિમિટ વધારવામાં આવે 
7. સરકાર બજેટમા કલસ સ્ટોન અને મશીનોના ઈંપોર્ટ પર પણ ડ્યુટી ખતમ કરી દે. 
8. ફાર્મા સેક્ટર ઈચ્છે છેકે બજેટમાં ગુડ્સ એંડ સર્વિસેઝ ટેક્સ જલ્દીથી જલ્દી લાગુ થવો જોઈએ. 
9. ફાર્મા સેક્ટરને સરળ અને સસ્તુ કર્જ મળી જવુ જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati