Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજેટ 2014 - જાણો બજેટની કેટલીક ખાસ વાતો

બજેટ 2014 - જાણો બજેટની કેટલીક ખાસ વાતો
નવી દિલ્હી , બુધવાર, 9 જુલાઈ 2014 (18:00 IST)
. સંસદમાં આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યુ છે. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધ (એનડીએ) સરકારનુ આ પ્રથમ બજેટ છે અને આને નાણાકીય મંત્રી અરુણ જેટલી 10 જુલાઈના રોજ રજૂ કરશે. ભાજપાના પ્રથમ બજેટ પર સામાન્ય અને ખાસ કરીને બધાની નજર ટકી છે. લોકોને તેના પ્રત્યે અનેક આશાઓ છે. લોકોને આશા છે કે ઈનકમ ટેક્સમાં છૂટ સીમાને વધારી દેવામાં આવશે. 
 
આશાઓ તો લોકોને મોદી સરકાર પ્રત્યે અનેક છે પણ અનેકવાર પોતાની મજબૂરીયોને જોતા સરકાર પણ ચૂપ બેસવુ પડે છે. તો આવો એક નજર નાખીએ કે જે લોકોને નવી સરકાર પ્રત્યે આશા બાંધી છે શુ તેઓ તેને પુરી કરી શકશે. અને જો નહી કરી શકે તો કેમ નહી.. 
 
ઈનકમ ટેક્સ

 ઈનકમ ટેક્સમાંથી છૂટની ન્યૂનતમ સીમા હાલ 2 લાખ રૂપિયા છે અને વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ સીમામાં વધુ વધારાની આશા નથી. હાલ મહિલા અને પુરૂષ ટેક્સપેયર્સને માટે ઈનકમ ટેક્સમાંથી છૂટની સીમામાં કોઈ ફરક નથી અને આશા કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે છૂટની ન્યૂનતમ સીમા આ બજેટમાં પુરૂષોના મુકાબલે વધુ કરી શકાય છે.  
 
સેક્શન 80સી 
 
સેક્શન 90 સી હેઠળ બચત પર મળનાર ટેક્સ ડિડ્ક્શનની સીમા હાલ એક લાખ રૂપિયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી બચતનો દર ખૂબ ઘટી ગયો છે. બીજી બાજુ સૂત્રો મુજબ સરકાર મધ્યમવર્ગના લોકોને થોડી રાહત આપવા વિશે વિચારી રહી છે. એવામાં બની શકે છે કે આને વધારીને 1.5 લાખ રૂપિયા કરી દેવામાં આવે.  
 
પોતે પત્ની અને બાળકોના હેલ્થ ઈંશ્યોરેંસ પ્રીમિયમની 15000 રૂપિયા સુધીની ચુકવણી પર ટેક્સ ડિડક્શન મળે છે. માતા પિતાના હેલ્થ ઈંશ્યોરેંસ પ્રીમિયમની ચુકવણી પર આટલુ જ ડિડ્ક્શન મળે છે. અને આશા છે કે આ સીમામાં થોડો વધારો કરી શકાય છે. 
 
સરકાર જો ઈનકમ ટેક્સમાંથી છૂટની ન્યૂનતમ સીમા વધારીને 3 લાખ રૂપિયા કરે છે તો તેનાથી સરકારી ખજાનાને 30000 કરોડનુ નુકશાન થશે કારણ કે દેશમાં હાલ 3.3 કરોડ ટેક્સપેયર્સ છે મતલબ દેશની જનસંખ્યાના ત્રણ ટકાથી પણ ઓછા લોકો ટેક્સ આપે છે. 
 
જો સરકાર સેક્શન 80સી હેઠળ બચત પર મળનાર ટેક્સ ડિડક્શનની સીમાને બજેટમાં વધારીને 2 લાખ રૂપિયા કરે છે તો આનાથી સરકારે ખજાનાને 31000 કરોડ રૂપિયાનુ વધુ નુકશાન થશે. બીજી બાજુ માનવામાં આવી રહ્યુ છે કે નવી સરકાર ગયા વર્ષના બજેટમાં પાંચ લાખ રૂપિયા સુધીની આવકવાળા ટેક્સપેયર્સને વધુમાં વધુ 2000 રૂપિયા નો ટેક્સ ક્રેડિટને બજેટમાં પરત લાવી શકે છે. જો સરકાર આવુ કરે છે તો તે 3600 કરોડ રૂપિયા બચાવી લેશે. 

Share this Story:

Follow Webdunia gujarati