Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેબ્રિક્સના ગ્રાહકોને પ્રોડક્ટ સિલેક્ટ કરવામાં સરળતા રહે તે માટે કેટાલોગનું ચલણ વધ્યું

ફેબ્રિક્સના ગ્રાહકોને પ્રોડક્ટ સિલેક્ટ કરવામાં સરળતા રહે તે માટે કેટાલોગનું ચલણ વધ્યું
, મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (16:13 IST)
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં વેપારમાં હાલમાં ફેબ્રિક્સના કેટાલોગનું ચલન વધ્યું છે. સાડી અને ડ્રેસના જુદા જુદા મટિરિયલ, કલર અને ડિઝાઇનના ફેબ્રિક્સને સમાવિષ્ટ કરતાં કેટાલોગ ગ્રાહકોને તેમની પસંદની પ્રોડક્ટ સિલેક્ટ કરવામાં સરળતા કરી આપે છે.
 
હવે તો રિટેલ વેપારીઓ પણ જથ્થાબંધ ખરીદી વખતે સ્થાનિક હોલસેલ વેપારીઓ પાસે કેટાલોગ લેવાનો ખાસ આગ્રહ રાખે છે.સુરતમાં વિવિધ પ્રકારના ફેબ્રિક્સની સિન્થેટિક સાડી અને ડ્રેસ મટિરિયલ બને છે. જોકે, સમયાંતરે કાપડની ફેશન બદલાતી રહે છે અને મહિલાઓ ફેશનને અનુરૂપ ફેબ્રિક્સ પસંદ કરે છે. ૫૦ હજારથી વધુ વેપારીઓના સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટમાં ફેબ્રિક્સના કેટાલોગ બનાવવાનું ચલન વધી રહ્યું છે. સ્થાનિક હોલસેલ કાપડના વેપારીઓ હવે સાડી અને ડ્રેસના પાર્સલની સાથે ચોક્કસ ડિઝાઇન અને મટિરિયલના કેટાલોગ પણ સાથે મોકલાવી દે છે. ઉદાહરણ તરીકે જો કોઇ પાર્સલમાં ૫૦ સાડીઓ હોય તો તેની સાથે કેટાલોગમાં સાડીની ડિઝાઇન, મટિરિયલ, કલરના ફોટો તેમજ વેરાઇટીની ડિટેઇલ હોય છે. કાપડના વેપારી અરુણ પાટોદિયાએ જણાવ્યું હતું કે રિટેલ વેપારીઓ ગ્રાહકોને હવે આવા કેટાલોગ બતાવે છે, જેના આધારે ગ્રાહક સરળતાથી પ્રોડક્ટની પસંદગી કરી લે છે. એકી સાથે સંખ્યાબંધ સાડી-ડ્સ જોઇ કન્ફ્યૂઝ થવાની જગ્યાએ કેટાલોગની મદદથી ડિઝાઇન પસંદ કરવામાં સરળતા રહે છે. મહિલાઓ પણ જે તે દુકાન, શો રૂમમાં જઇને ભાતભાતની સાડી કે ડ્રેસ જોવા કરતાં સીધા કેટાલોગને આધારે પ્રોડક્ટની માગણી કરે છે. ફેશનની દુનિયામાં કાપડની ડિમાન્ડમાં ઝડપથી ફેરફાર થતા રહે છે. ગ્રાહક ફેશન ફોલો કરે છે. નવી ફેશન અને નવી પ્રોડક્ટ અનુસાર કાપડના વેપારીઓ કેટાલોગ બનાવતા રહે છે.
 
વેપારીઓએ સરળતા ખાતર જુદી જુદી પ્રાઇસ રેન્જમાં પણ કેટાલોગ બનાવે છે. સાડી કે ડ્રેસની ૨૦૦થી ૩૦૦ની રેન્જ, ૫૦૦થી ૮૦૦ની રેન્જ તથા ૧૦૦૦થી લઇ હેવી રેન્જમાં ફેબ્રિક્સના કેટાલોગ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કેટાલોગમાં ચોક્કસ ડિઝાઇન અને કલરની પ્રોડક્ટની શ્રેણી રજૂ કરવામાં આવે છે. એક કેટાલોગમાં વિવિધ ડિઝાઇન, કલરના ૧૨થી લઇ ૩૬ કે તેથી વધુના સેટ હોય છે. ગ્રાહક સરળતાથી કેટાલોગમાંથી પોતાની પસંદની પ્રોડક્ટ પસંદ કરી લે છે.

Share this Story:

Follow Webdunia gujarati