Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફૂલની નિકાસમાં ત્રણ ગણી વૃદ્ધિ

ફૂલની નિકાસમાં ત્રણ ગણી વૃદ્ધિ
નવી દિલ્હી , મંગળવાર, 18 માર્ચ 2008 (10:30 IST)
નવી દિલ્હી. દેશમાંથી ફૂલની નિકાસ છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ગણી વધીને 650 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. કૃષિ રાજ્યમંત્રી કાંતિલાલ ભૂરિયાએ લોકસભામાં એક પ્રશ્નનાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 2004-05 માં દેશમાંથી 211 કરોડ રૂપિયાનાં ફૂલોની નિકાસ થઈ. જે 2006-07 માં ત્રણ ગણાથી વધીને 649.84 કરોડ રૂપિયા સુધી પહોંચી છે.

ભૂરિયાએ જણાવ્યું હતું કે, આ ત્રણ વર્ષમાં દેશમાં ફૂલનું ઉત્પાદન 6.60 લાખ ટનથી વધીને 9.20 લાખ ટન થયું છે. તેમણે કહ્યું હતું કે, ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂલોની માંગને જોતા કૃષિ મંત્રાલય બે કેન્દ્ર પ્રાયોજીત યોજનાઓ પર અમલ કરી રહ્યું છે. ઉત્તરપૂર્વ અને હિમાલય તરફનાં રાજ્યોમાં બાગીચાની એકીકૃત વિકાસ માટે ટેકનોલોજી મિશન અને ફૂલો સહિત બગીચાનાં પાકનાં ઉત્પાદા તથા ઉત્પાદકતાને વધારવા માટે રાષ્ટ્રીય બગીચા મિશન શરૂ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati