Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાંચની રદ્દી નોટોનું ચલણ ઘટાડવા વૈષ્ણોદેવીની તસવીરોવાળા સિક્કા બજારમાં ઠલવાયા

પાંચની રદ્દી નોટોનું ચલણ ઘટાડવા વૈષ્ણોદેવીની તસવીરોવાળા સિક્કા બજારમાં ઠલવાયા
, સોમવાર, 21 જુલાઈ 2014 (13:09 IST)
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પાંચની નોટો રદ્દી થઇ ગઇ હોઇ પાંચના સિક્કા બજારમાં ઠલવાયા છે. બજારમાં આવેલા પાંચના નવા સિક્કા પર માતા વૈષ્ણોદેવીની તસવીરો અંકિત હોઇ ગીર સોમનાથના કોડીનાર પંથકમાં આ સિક્કા ફરતા તો થયા છે પરંતુ આ ઘટનાથી અવઢવ સર્જાઇ છે.

કેટલાક લોકો વૈષ્ણોદેવીની તસવીરવાળો સિક્કો હાથમાં આવતા તેને પવિત્ર માગણી તેનો સંગ્રહ કરી રહ્યા છે તો વળી ચોક્કસ સમુદાયના કેટલાક લોકો ધાર્મિક લાગણી દુભાઇ રહી હોવાની બૂમરાણ મચાવી રહ્યા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.

આરબીઆઇએ તાજેતરમાં જ પાંચ રૂપિયાની કિંમતના ચલણી સિકકા અર્થતંત્રમાં ફરતા ર્ક્યા છે. જેમાં એક તરફ અશોક સ્થંભવાળી ભારતીય મુદ્રા તો બીજી તરફ માતા વૈષ્ણોદેવીની છબી અને નીચે વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડનું લખાણ હિન્દી અને અંગ્રજીમાં લખેલું છે.

લોકોને વૈષ્ણોદેવી માતાજીની તસવીર સામે વાંધો નથી, પરંતુ લોકો તેને ચલણમાં ફરતો કરવાને બદલે પવિત્ર ગણી ઘરમાં એકઠાં કરવા લાગ્યા છે.

વળી ચલણી સિક્કાનો ઉપયોગ પૈસા સમજીને ગમે ત્યાં કરાતો હોય છે. આથી કોડીનરમાં અમુક લોકો લાગણી દુભાતી હોવાની બૂમરાણ મચાવી રહ્યા છે. અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે, ભારત સર્વધર્મ સમભાવનો દેશ છે ત્યારે ચલણી સિક્કામાં માતાજીની છબી ન હોય. આ અંગે એસબીઆઇની સ્થાનિક શાખાના મેનેજરે જણાવ્યું હતું કે, અમારે તો રીઝર્વ બેંકમાંથી જે સિક્કા આવ્યા છે એ ગ્રાહકોને આપવાનાં જ હોય. 

Share this Story:

Follow Webdunia gujarati