Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરી લૂંટ જ ને!, તહેવારોમાં ફુલોનો ભાવ 300 રુપયે કિલો હતો, આજે 50 રુપયે વેચાય છે

નરી લૂંટ જ ને!, તહેવારોમાં ફુલોનો ભાવ 300 રુપયે કિલો હતો, આજે 50 રુપયે વેચાય છે
, શનિવાર, 8 નવેમ્બર 2014 (15:12 IST)
દિવાળી તહેવાર પર ફુલોની માંગ નીકળતા સામે આવકો ઓછી રહેતાં ફુલબજારમાં તેજી ફુંકાઈ હતી. પરંતુ દિવાળી બાદ ફુલોની આવક બમણી થતાં ફુલબજારમાં ઢગલા થયાં છે. ગુલાબ ગલગોટા સહિતનાં ભાવ તળિયે બેસી જતાં ફુલની ખેતી કરતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

રાજકોટના ફુલના અગ્રણી વેપારીની જણાવ્યા પ્રમાણે હાલ ફુલબજારમાં ભયંકર મંદી ચાલી રહી છે. ૨૮ નવેમ્બર બાદ લગ્નગાળો શરૃ થાય પછી જ માંગ નીકળે તેવી શકયતા છે. દિવાળી ઉપર રાજકોટમાં દેશી ગુલાબ, ગલગોટા, લીલી સેવંતી સહિતના ફુલોની અછત ઉભી થતાં તેજી ફુંકાઈ હતી. ૧ કિલો દેશી ગુલાબના રૃા ૨૫૦થી ૩૦૦ના ભાવ બોલાઈ ગયા હતાં. તેની સામે આજે રૃા ૫૦ થઈ ગયાં છે. લીલી ૨૦ રૃપિયે બંડલ હતી તેના માત્ર ૪ રૃપિયા થઈ ગયા છે.

સેવંતી ૨૦૦ની કિલો હતી તેના રૃા ૮૦ રહ્યાં છે દિવાળીએ દેશી ગુલાબમાં ૩૦૦થી ૪૦૦ કિલોની આવક હતી. આજે આવકો વધીને ૮૦૦ કિાલોએ પહોંચી છે. ગલગોટામાં ૨૦૦૦થી ૨૫૦૦ કિલોની આવક રહી છે.

દેશી ગુલાબની આવક બમણી થતાં અને તહેવારોની માંગ ઘટી જતાં ફુલોમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. રાજકોટ ફુલ બજારમાં ખંઢેરી, માધાપર, બેડી, રતનપર, જશાપર, પડવણ સહિતનાં નજીકના ગ્રામ્ય પંથકોમાંથી ગુલાબ, ગલગોટા, લીલી, સેવંતી સહિતનાં ફુલોની આવકોનું દબાણ રહ્યું છે. ઠંડી પડતા આવકો હજુ વધે તેવી શકયતા છે.

રાજકોટમાં લોકલ ઉપરાંત પરપ્રાંતમાંથી પણ ફુલો મંગાવવામાં આવે છે. નાસિક પૂના બાજુથી આવતા ઝરબરા ૧૦ નંગના રૃા ૪૦, ડચ ગુલાબ ૨૦ નંગના બંડલના રૃા ૧૦૦, ગોલ્ડન એક બંડલના રૃા ૩૦ના ભાવ રહ્યાં છે. બહારથી આવતા ફુલોના ભાવમાં માંડ ૨૦ ટકા ઘટયાં છે. જયારે ઘર આંગણેના ફુલોના ભાવોમાં પાંચથી છ ગણો ઘટાડો રહ્યો છે. ચાલુ વરસે વાતાવરણ અનુકુળ રહેતા ફુલોનું ઉત્પાદન ધારણા કરતા સારૃ થાય તેવી શકયતા છે.

Share this Story:

Follow Webdunia gujarati