નવી દિલ્હી. મોંઘવારી દેશના મધ્યમ અને ગરીબ લોકોની કમર તોડી રહી છે, ત્યારે ફૂગાવો પણ કૂદકેને ભૂસકે વધી રહયો છે. લોખંડ, ખનીજ, અનાજ, દાળ, શાકભાજી અને સીમેન્ટ જેવી વસ્તુઓ મોંઘી હોવાને કારણે સરકારનાં પ્રયત્નો હોવા છતાં પણ 22 માર્ચેનાં પૂરાં થયેલા અઠવાડિયે ફૂગાવો વધીને 7 ટકા થયો છે જે, 40 મહિનાની સૌથી ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.
આ પહેલા 4 ડિસેમ્બર 2004 નાં મોંઘવારીનાં દર પછીનો આ સૌથી મોટો વધારો છે. ગત સપ્તાહ મોંઘવારી 59 અઠવાડિયાનાં ઉચ્ચા સ્તર 6.68 ટકા પહોચી ગઈ હતી અને ત્યારબાદ સરકારે આને કાબૂમાં લેવા માટે સોયાબીન અને કાચા પામોલિન તેલ સહિત અન્ય પ્રકારનાં ખાધ તેલોની આયાત દર હટાવવાની સાથે ચોખાની નિકાસ પર રોક લગાવી દીધી હતી.