Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી અને લગ્નની સીઝનમાં માંગ વધતા ગલગોટાની કિમંતમાં અનેકગણો વધારો

દિવાળી અને લગ્નની સીઝનમાં માંગ વધતા ગલગોટાની કિમંતમાં અનેકગણો વધારો
ગાંધીનગર , શનિવાર, 24 ઑક્ટોબર 2015 (13:03 IST)
-નવરાત્રી- દશેરા – દિવાળી અને લગ્નव સીઝનમાં ફુલોની માંગ અને મુલ્યીમાં અનેક ઘણો વધારો 
-ગાંધીનગર જિલ્લાmના ખેડુતોમાં ફુલોની ખેતીનો વધતો ક્રેઝ: જિલ્લાામાં ૮૫૦ હેકટરથી વધુ જમીનમાં  ૮૨૧૭ મેટ્રીક ટન ફુલોનું ઉત્પાદન
- સૌથી વધુ ૭૦૦ હેકટર જમીનમાં ગલગોટાના વાવેતર દ્ગારા ૬૮૫૪ મેટ્રીક ટન ઉત્પાદન
-સૌથી વધુ ૪૯૦ હેકટર ફુલોના વાવેતર દ્વારા દહેગામ તાલુકો મોખરે  
-   અમદાવાદના ફુલ બજારમાં ગલગોટાના રૂા.૮૦૦ થી ૧૨૦૦ ના ભાવે વેચાણ
 
દર વર્ષે ઓકટોબર માસથી નવરાત્રી-દશેરા-દિવાળી જેવા ધાર્મિક તહેવારો અને લગ્નર સિઝનના કારણે સતત ચાર માસના ગાળામાં ફુલોની માંગમાં અને મુલ્યનમાં અનેક ઘણો વધારો થાય છે. આ પરિસ્થિરતીનો લાભ મેળવી ખેડુતોમાં ગુલાબ અને ગલગોટાની ખેતી કરવાનો ક્રેઝ ઘણા વર્ષોથી વધ્યો  છે. ગાંધીનગર જિલ્લાથમાં ૮૫૦ હેકટરથી વધુ જમીનમાં ફુલોની ખેતી દ્વારા ૮૨૧૭ મેટ્રીકટન ફુલોનું ઉત્પોદન થાય છે. સૌથી વધુ ૭૦૦ હેકટર જમીનમાં ગલગોટાનું વાવેતર કરી ૬૮૫૪ મેટ્રીકટન ગલગોટા ઉત્પાકદન જિલ્લા ના ખેડુતો કરે છે. જિલ્લાધના દહેગામ અને ગાંધીનગર તાલુકાના ખેડુતોએ ફુલોની ખેતી અપનાવીને ઓછા ખર્ચે વધુ પોષણક્ષમ ભાવો મળતા છેલ્લાન દસ વર્ષમાં ફુલોના વાવેતર અને  ઉત્પાોદનમાં બમણો વધારો થયો છે ગાંધીનગર જિલ્લાજના ખેડુતોએ ફુલોની ખેતી અપનાવી પોતાનો માલ ખમદાવાદના જમાલપુર ફુલ બજારમાં વેચીને વિવિધ કલરના ગલગોટાના ૨૦ કિલોના રૂા. ૮૦૦ થી રૂા. ૧૨૦૦ ના ભાવે વેચાણ કરે છે.
webdunia
     ગાંધીનગર જિલ્લાવના નાયબ બાગાયત અધિકારીશ્રી, જે. આર. પટેલે જણાવ્યુંન હુતુંકે વર્ષ-૨૦૧૫માં ૪૩૫ હેકટરમાં ગલગોટાનુ વાવેતર થતું હતું તે વધીને  આજે ૭૫૦ હેકટર વિસ્તાુરમાં ફુલોની ખેતી ખેડુતો કરે છે. હેકટર દિઠ મહત્તમ રૂા. ૨૨ હજારની સબસીડીનો લાભ પણ ખેડુતો મેળવે છે. વર્ષ ૨૦૧૪-૨૦૧૫ માં કુલ ૩૪૧ સામાન્યા ખેડુતોને રૂા.૨૭ લાખ અને ૧૫ જેટલા અનુસુચિત જાતિના ખેડુતોને રૂા. ૧.૩૨ લાખની સબસીડી રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવી છે. ફુલોની ખેતીમાં ખેડુતો હેકટર દિઠ ખર્ચ બાદ કરતાં અંદાજે રૂા. ૭૦ હજારનો નફો મેળવે છે.
 
     ગાંધીનગર જિલ્લાિમાં ગુલાબ , બીલી, ગલગોટા, મોગરો અને જરબેરા જેવા વિવિધ ફુલોની ખેતીમાં દહેગામ તાલુકો ૪૮૮ હેકટરના વાવેતર દ્વારા ૪,૭૨૬ મેટ્રીક ટન ફુલોના ઉત્પાોદન સાથે જિલ્લાબમાં મોખરે છે. જયારે ગાંધીનગર તાલુકાના ખેડુતો ૨૪૦ હેકટરમાં ફુલોના વાવેતર દ્વારા ૨૩૦૦ મેટ્રીક ટન ફુલોનું ઉત્પા દન કરે છે.જયારે કલોલ-૬૪ અને માણસા તાલુકામાં ૬૨ હેકટર વિસ્તાફરમાં ખેડુતો દ્વારા ફુલોની ખેતી થાય છે.
 
      ગાંધીનગર જિલ્લાટમાં વિવિધ ફુલોની જાતોનું ફુલ ઉત્પાોદન વર્ષ ૨૦૦૫-૦૬માં ૩૮૩૯ મેટ્રીક ટન હતું તે વધીને ૨૦૧૪-૧૫માં ૬૮૫૪ મેટ્રીકટન થયું છે.ગલગોટાનું હેટકરે ૯.૭૫ મેટ્રીકટન ઉત્પાોદકતા છે જયારે મોગરો-ગુલાબ અને લીલીની હેકટર દીઠ ઉત્પાંદકતા ૮.૫૦ થી ૯ મેટ્રીકટન થાય છે.
 
      અત્રે ઉલ્લે ખનીય છે કે ફુલોનું વાવેતર ઓગષ્ટી–સપ્ટેીમ્બ૦ર માસમાં થાય છે.ફુલોની વીણી ખેડુતો ૧૫ થી ૨૦ વખત લે છે. અને ઓકટોબર થી જાન્યુા આરી માસ સુધી વધુ ફુલો એકત્ર કરીને ફુલોની પીક સીઝનમાં વેચાણ કરી મહત્તમ પોષણક્ષમ ભાવો મેળવે છે

Share this Story:

Follow Webdunia gujarati